Western Times News

Gujarati News

સરકારી તબીબ ૪ કંપનીમાં વિઝિટિંગ ડોક્ટર તરીકે નોકરી કરે છે

કડી SDHના ડો. પરાગ પી. ગજ્જર સેરા સેનેટરી, એન. કે. પ્રોટીન ઓઈલ મિલ, અદાણી વિલ્મર લી. મેડા આદરજમાં ત્રણ વર્ષથી નોકરી કરે છે.

મહેસાણા, કડીની સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર (વર્ગ-ર) તરીકે ફરજ બજાવતા ડો. પરાગ પી. ગજ્જર કડી તાલુકાની ચાર કંપનીઓમાં પણ વિઝિટીંગ ડોકટર તરીકે ગેરકાયદે પ્રેક્ટિસ કરતા હોવાનો આરટીઆઈમાં ઘટસ્ફોટ થયો છે. Dr. Pagar P. Gajjar

સરકારી નિયમ મુજબ સરકારી ડોકટર કોઈપણ પ્રકારની ખાનગી તબીબી પ્રેક્ટિસ કરી શકતા નથી, પરંતુ ડો. પરાગ ગજ્જર છેલ્લા ૧૦-૧૦ વર્ષથી સરકારી નોકરીની સમાંતર ખાનગી પ્રેક્ટિસ પણ કરતા હોવા છતાં મહેસાણા જિલ્લાનું આરોગ્ય તંત્ર ઉંઘતું ઝડપાયું છે.

માહિતી અધિકાર અધિનિયમ હેઠળ કડી તાલુકા હેલ્થ કચેરીએ માહિતી આપી છે જેમાં પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે કડી તાલુકાની તમામ ફેકટરીઓ પાસે ઓએચસી (ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર) અને ફેકટરી મેડિકલ ઓફિસરની માહિતી માંગવામાં આવી હતી.

જેમાં કડી એસડીએચના ડો. પરાગ પી. ગજ્જર સેરા સેનેટરી વેર લી.માં ર૦૧૪થી એટલે કે છેલ્લા ૧૦ વર્ષથી એન. કે. પ્રોટીન ઓઈલ મિલમાં ૭ વર્ષથી, અદાણી વિલ્મર લી. મેડા આદરજમાં ત્રણ વર્ષથી અને કરણનગરમાં છેલ્લા બે વર્ષથી ફેકટરી મેડિકલ ઓફિસર તરીકે વિઝિટીંગ ડોકટર તરીકે ફરજ બજાવતા હોવાની કંપનીઓએ માહિતી આપી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.