અંગદાન કરનારા સરકારી કર્મીને ૪૨ દિવસની રજા મળશેઃ કેન્દ્રનો નિર્ણય

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે ઓર્ગન ડોનેશન(અંગદાન) કરવા પર ૪૨ દિવસની રજા આપવાની જોગવાઈ કરી છે. આ માહિતી લોકસભામાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે આપી છે. આ રજા સર્જરી ટાઈપ નિર્ભર કરશે નહીં, પરંતુ સરકારી ડોક્ટરની ભલામણ પર વધુમાં વધુ ૪૨ દિવસો માટે રજા લઈ શકાશે.
સામાન્ય રીતે હોસ્પિટલમાં દાખલ થવાના દિવસથી શરુ થશે, પરંતુ જરુરિયાત પડવા પર સર્જરીના એક સપ્તાહ પહેલા પણ લઈ શકાશે.આ જોગવાઈ ૨૦૨૩માં પર્સાેનલ ડિપાર્ટમેન્ટના આદેશ અંતર્ગત લાગુ કરવામાં આવી હતી, જેનાથી ઓર્ગન ડોનેશનને પ્રોત્સાહન મળવાની આશા છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે જણાવ્યું કે વિશેષ આકસ્મિક રજા સામાન્ય રીતે હોસ્પિટલમાં ભરતી થવાના દિવસથી લઈ શકાય છે.
આ આદેશ મુજબ, જરુરિયાત પડવા પર સરકારી રિજસ્ટર્ડ ડોક્ટર કે ડોક્ટરની ભલામણ પર સર્જરીના વધુમાં વધુ એક સપ્તાહ પહેલા તેનો લાભ લઈ શકાશે. ઉલ્લેખનીય છે કે, અંગદાનથી એક વ્યક્તિને નવું જીવન આપી શકાય છે. પરંતુ ભારતમાં અંગદાન પ્રત્યે જોઈએ એવી જાગૃતિ નથી. આ માટે કેન્દ્ર સરકાર અને કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ પ્રયાસ કરી રહી છે, જે આવકાર્ય છે.SS1MS