Western Times News

Gujarati News

સરકારી કર્મચારીઓને માર્ચ મહિનાની સેલેરી વધીને આવશે

નવી દિલ્હી, હવે ગણતરીના દોવાસોમાં કેન્દ્રીય કર્મચારીઓના બેન્ક ખાતામાં સેલરી આવી જશે. આ મહિને કેન્દ્રીય કર્મચારીઓને બમ્પર સેલરી મળવાની છે. કેન્દ્રીય કર્મચારીઓને માર્ચ મહિનામાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીની ડીએ એરીયર, માર્ચનું વધેલું ડીએ અને વધેલું એચઆરએ મળશે.

જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે માર્ચમાં મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કર્યો છે. જેને લઈને હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું ડીએ વધીને ૫૦ ટકા થઇ ગયું છે. તેમજ કેન્દ્ર સરકારના પેંશનર્સ માટે મોંઘવારી રાહત પણ ૪ ટકાથી વધીને ૫૦ ટકા થઇ ગયું છે.

આ વધારવામાં આવેલું ડીએ અને ડીઆર ૧ જાન્યુઆરી, ૨૦૨૪થી લાગુ માનવામાં આવશે. જેનાથી લગભગ ૪૯.૧૮ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૭.૯૫ લાખ કેન્દ્ર સરકારના પેંશનર્સને ફાયદો થશે. મોંઘવારી ભથ્થું કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સની સેલરીનો એક ભાગ છે.

જેથી ડીએમાં વધારો થવાના કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓની ટેક હોમ સેલરી પણ વધી જશે. આવ્યું છે કે, માર્ચ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓને કેટલી સેલરી વધીને મળશે. અહીં આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું કે કોઈ કેન્દ્રીય કર્મચારીને કેટલી સેલરી વધીને મળશે. જો કોઈ કેન્દ્રીય કર્મચારીની બેઝિક સેલરી ૪૫,૭૦૦ રૂપિયા છે. અગાઉ ૪૬ ટકાના હિસાબે તેમનું મોંઘવારી ભથ્થું ૨૧,૦૨૨ રૂપિયા હતું.

ત્યારે હવે ડીએ વધીને ૫૦ ટકા થવાના કારણે તેમનું મોંઘવારી ભથ્થું વધીને ૨૨,૮૫૦ રૂપિયા થઇ જશે. આમ તે કર્મચારીને ૧૮૧૮ રૂપિયા વધુ મળશે. જણાવી દઈએ કે, કેન્દ્રીય કર્મચારીઓને હાઉસ રેન્ટ એલાઉન્સ મળે છે, જે તેમના રહેઠાણના લોકેશન પર આધાર રાખે છે.

૭માં પગારપંચની ભલામણોના અનુસાર, ૧ જુલાઈ, ૨૦૧૭થી કલાસ એક્સ, રૂ અને ઝેડ શહેરો માટે એચઆરએને બેઝિક સેલરીના ક્રમશઃ ૨૪ ટકા, ૧૬ ટકા અને ૮ ટકા બનાવાયું છે.

જ્યારે ડીએ ૨૫ ટકા સુધી પહોંચી ગયું, ત્યારે ૭માં પગાર પંચની ભલામણો અનુસાર, એક્સ, રૂ અને ઝેડ શહેરોમાં એચઆરએના દર બેઝિક સેલરીના ૨૭ ટકા, ૧૮ ટકા અને ૯ ટકા સુધી રિવાઇઝ કરાયા હતા. હવે ડીએ ૫૦ ટકા સુધી પહોંચ્યા બાદ સરકારે તેને ફરી રિવાઇઝ કર્યું છે.

દા.ત. કેન્દ્ર સરકારના કોઈ કર્મચારીને બેઝિક સેલરી તરીકે ૪૫,૭૦૦ રૂપિયા મળતા હોય અને તેઓ રૂ કેટેગરીના શહેરમાં રહેતા હોય. તો અત્યાર સુધીમાં તેમનું એચઆરએ ૮૨૨૬ રૂપિયા હતું અને હવે ડીએ વધીને ૫૦ ટકા થવા પર તેમનું એચઆરએ વધીને ૨૦ ટકા થઇ જશે. પરિણામે તેમનું એચઆરએ રિવાઇઝ થઈને ૯૧૪૦ રૂપિયા થઇ જશે. એટલે કે હવે અગાઉ કરતાં દર મહિને ૯૧૪ રૂપિયા વધુ મળશે.SS1MS

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.