સરકારી કર્મચારીઓ પોતાના પ્રશ્નો અને માગણીઓ સાથેના બેલેટ પેપર ઉપર વોટીંગ કરશે
ખેડાના સરકારી કર્મીઓ પડતર માંગણીઓને લઈને આંદોલનના માર્ગે
મહેમદાવાદ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા અપાયેલ આંદોલનની ખેડા જિલ્લામાં ચાલી રહેલી તડામાર તૈયારીઓ તારીખ ૬ માર્ચના રોજ સમગ્ર ગુજરાતના સરકારી કર્મચારીઓ સરકાર સામે પોતાના હક અને માંગણીઓ માટે આંદોલન કરી રહ્યા છે જેમાં જુદા જુદા કાર્યક્રમો દ્વારા પોતાનો વિરોધ વ્યકત કરવામાં આવશે જેમાં પેન ડાઉન, ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર અને મહા મતદાન કરવામાં આવશે.
જેમાં જુદા જુદા વિભાગ તમામ સરકારી કર્મચારીઓ પોતાના પ્રશ્નો અને માગણીઓ સાથેના બેલેટ પેપર ઉપર વોટીંગ કરશે અને આ તમામ બેલેટ પેપર સરકારને મોકલી આપવામાં આવશે.
સમગ્ર ખેડા જિલ્લાના ૧૦ તાલુકાઓમાં ચૂંટણી તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ થયેલ છે જેમાં ઓબ્ઝર્વર, જિલ્લા ચૂંટણી અધિકારી મદદનીશ અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, તાલુકા ચૂંટણી અધિકારી, ઝોનલ ઓફિસર્સ, તેમજ મતદાન મથકો ઉપર કામ કરનાર તમામ મતદાન અધિકારીઓની નિમણુક કરવામાં આવેલી છે.
તેમજ ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાનાર તમામ સાહિત્યનું પણ વિતરણ કરવામાં આવેલ છે આ સાથે ચૂંટણી પ્રક્રિયા અંગેની તાલીમ પણ આપવામાં આવેલ છે. સમગ્ર જિલ્લામાં ૧૦૦ટકા વોટિંગ થાય તેવું માઈક્રોપ્લાનિંગ કરવામાં આવ્યું છે.