Western Times News

Gujarati News

સરકારે ૭૦ લાખ મોબાઈલ નંબર બ્લોક કરી દીધા

નવી દિલ્હી, દેશમાં ડિજિટલ અને ઓનલાઈન છેતરપિંડીના કેસ ઝડપથી વધી રહ્યા છે. દરરોજ સાયબર ગુનેગારો ફોન કોલ્સ અને મેસેજિંગ દ્વારા લોકોને છેતરવા માટે નવી રીતો અજમાવતા હોય છે. નાણાકીય સેવા સચિવ વિવેક જાેશીએ મંગળવારે જણાવ્યું હતું કે, ડિજિટલ ફ્રોડને રોકવા માટે સરકારે શંકાસ્પદ વ્યવહારો સાથે સંકળાયેલા ૭૦ લાખ મોબાઈલ નંબરને સસ્પેન્ડ કર્યા છે.

નાણાકીય સાયબર સિક્યોરિટી અને ડિજિટલ પેમેન્ટની વધતી છેતરપિંડી સંબંધિત મુદ્દાઓ પરની બેઠક બાદ જાેશીએ કહ્યું કે, બેન્કોને આ સંબંધમાં સિસ્ટમ્સ અને પ્રક્રિયાઓને મજબૂત કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આવી વધુ બેઠકો થશે અને આગામી બેઠક જાન્યુઆરીમાં યોજાશે. આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ છેતરપિંડી અંગે નાણાકીય સેવા સચિવે જણાવ્યું હતું કે, રાજ્યોને આ મુદ્દા પર ધ્યાન આપવા અને ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, મીટિંગમાં વેપારીઓના કેવાયસી માનકીકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

નાણાકીય સેવા સચિવની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સાયબર છેતરપિંડી રોકવા માટે વિવિધ એજન્સીઓ વચ્ચે બહેતર સંકલન કેવી રીતે સુનિશ્ચિત કરવું તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જાેષીએ જણાવ્યું હતું કે, નિર્દોષ ગ્રાહકોને છેતરાતા બચાવવા માટે સમાજમાં સાયબર ફ્રોડ અંગે જાગૃતિ લાવવાની જરૂર છે. મીટિંગ દરમિયાન ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલમાં નોંધાયેલા ડિજિટલ પેમેન્ટ છેતરપિંડી પરના નવીનતમ ડેટા પર એક પ્રેઝન્ટેશન કર્યું હતું.

જેમાં આવા કેસો સાથે વ્યવહાર કરવામાં આવતા પડકારો અને સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ બેઠકમાં આર્થિક બાબતોના વિભાગ, મહેસૂલ વિભાગ, દૂરસંચાર વિભાગ, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઈન્ડિયા અને નેશનલ પેમેન્ટ્‌સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.