Western Times News

Gujarati News

સરકારી નોકરીની લાલચ આપી રૂપિયા પડાવ્યા

હસમુખ પટેલ સાહેબના નામ વાળો ઓર્ડર મળી જશે!

ગાંધીનગર દ્વારા ઇસ્યુ કરવામાં આવતો દફતરી આદેશ જેવો જ બનાવટી દફતરી આ દેશપત્ર બનાવવામાં આવ્યો હતો

રાજકોટ,૧૦ લાખ રૂપિયા આપી સરકારી નોકરી મેળવવાની લાલચ યુવાનો અને યુવતીઓને ભારે પડી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ગ્રામ્ય પોલીસના પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતે ૨૯ વર્ષીય રવિ રાજ કુંડારિયા દ્વારા નવનીત રામાણી અને નિકુંજ નામના વ્યક્તિ વિરુદ્ધ આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ તેમજ ૧૨૦ બી અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.Government Job Scam

પોલીસ દ્વારા ૨૮ વર્ષીય નવનીત રામાણીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ગુનાના કામે આરોપી નવનીત રામાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી દ્વારા યુવાનોને સરકારી નોકરીની લાલચ આપી રૂપિયા પડાવી લેવા માટે કાવતરું રચવામાં આવ્યું હતું. તો સાથે જ આરોપીઓ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ઇસ્યુ કરવામાં આવતા ફાળવણી પત્ર જેવા જ બનાવટી ફાળવણી પત્ર બનાવવામાં આવ્યા હતા.

તો સાથે જ નિયામક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા ઇસ્યુ કરવામાં આવતો દફતરી આદેશ જેવો જ બનાવટી દફતરી આ દેશપત્ર બનાવવામાં આવ્યો હતો. તેમજ આરોપીઓ દ્વારા સરકારી કચેરીઓના ઓર્ડરમાં જાતે તેમજ અન્ય મારફતે સહીઓ કરી ખોટા દસ્તાવેજ બનાવવામાં આવ્યા હતા. તેમજ તે ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી અલગ અલગ સરકારી કચેરીઓ ખાતે અરજદારોને લઈ જઈ હાજર થવા અંગેના રિપોર્ટ પણ લખાવવામાં આવ્યા હતા.

ચાર વર્ષ પૂર્વે રવિરાજ કુંડારીયા કલાણા ગામ ખાતે આવેલ મેડિકલ ખાતે બેઠો હતો ત્યારે મેડિકલ ચલાવનાર લાલા પટેલે જણાવ્યું હતું કે નવનીત રામાણીને ગાંધીનગરમાં સારા કોન્ટેક્ટ છે. કોઈને સરકારી નોકરી લેવાની હોય તો તે અપાવી દે છે. ત્યારબાદ સમગ્ર મામલે રવિરાજ કુંડારીયા દ્વારા નવનીત રામાણી સાથે સરકારી નોકરી અપાવી દેવા બાબતે વાતચીત થઈ હતી. નવનીત રામાણી એ કહ્યું હતું કે સામાન્ય રીતે હું અન્ય લોકોના ૧૨ લાખ લઉં છું પરંતુ તું મિત્ર છે એટલે ૧૧ લાખ લઈશ અને તને નોકરી અપાવી દઈશ.

ત્યારબાદ તમને વિશ્વાસમાં લઈને કહ્યું હતું કે બિન સચિવાલયમાં ક્લાર્ક ની નોકરી અપાવીશ જેના ટોકન પેટે તમારે દોઢ લાખ રૂપિયા આપવાના રહેશે. બાકીના ૯ઃ૩૦ લાખ રૂપિયા તમારે નોકરીનો ઓર્ડર આવે ત્યારે આપવાના રહેશે. પરીક્ષાના આગલા દિવસે મારો ફોન આવે તે રીતના ઓએમઆર ની પાછળ પેન્સિલથી કોડ લખવાનો રહેશે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ વાતચીત થયા મુજબ દોઢ લાખ રૂપિયા કલાણા ગામ ખાતે નવનીત રામાણીને આપ્યા હતા.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.