Western Times News

Gujarati News

સરકારે મજૂરોની મજૂરી પ્રતિદિન 1035 રૂ. કરવાની જાહેરાત કરી

સરકાર દ્વારા કરાયેલા રિવિઝન બાદ એરિયા એના કામદારો જેમાં બાંધકામ, સ્વિપિંગ, ક્લિનિંગ, લોડિંગ અને અનલોડિંગ જેવા અકુશળ કામો છે તેના કામદારોને દૈનિક ૭૮૩ (માસિક ૨૦,૩૫૮ રૂપિયા) વેતન મળશે.

ન્યૂનતમ મજૂરીમાં થયો વધારો, ૧ ઓક્ટોબરથી લાગૂ થશે નિયમ

(એજન્સી)નવી દિલ્હી, દિવાળી ૨૦૨૪ પહેલાં કેન્દ્રની મોદી સરકારે મજૂરો એટલેકે, શ્રમિકોને મોટી ભેટ આપી છે. સરકારે શ્રમિકોના ન્યૂનતમ વેતન એટલેકે, મજૂરીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મોદી સરકારે શ્રમિકો માટે વીડીએ સંશોધન કર્યું છે અને તેમને મળતા ન્યૂનતમ વેતન એટલેકે, મજૂરીના પૈસામાં વધાર્યો કર્યો છે. સરકારે મજૂરોની મજૂરી પ્રતિદિન ૧,૦૩૫ કરવાની જાહેરાત કરી છે.

સતત વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે દેશના કામદારો, ખાસ કરીને અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોના હિતમાં શ્રમિકો માટેના લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે વેરિએબલ ડિઅરનેસ એલાઉન્સ (વીડીએ)ને રિવાઇઝ કરીને કામદારોના લઘુત્તમ વેતનમાં વધારો કર્યો હતો સરકારના આ નવા નિર્ણય પાછળનું કારણ કામદારોની મદદ કરવાનું છે જેથી કરીને તેઓ સતત વધતા જીવન નિર્વહનના ખર્ચને પહોંચી શકે.

સરકાર દ્વારા કરાયેલા રિવિઝન બાદ એરિયાએના કામદારો જેમાં બાંધકામ, સ્વિપિંગ, ક્લિનિંગ, લોડિંગ અને અનલોડિંગ જેવા અકુશળ કામો છે તેના કામદારોને દૈનિક ૭૮૩ (માસિક ૨૦,૩૫૮ રૂપિયા) વેતન મળશે.

અર્ધકુશળ કામદારોને દૈનિક (૨૨,૫૬૮), કુશળ કામદારો, ક્લેરિકલ અને વોચ એન્ડ વોર્ડ્‌સ કામદારોને દૈનિક ૯૫૪ રૂપિયા (માસિક ૨૪,૮૦૪) રૂપિયા જ્યારે ઊચ્ચ કુશળ કામદારોને દૈનિક લઘુત્તમ ૧,૦૩૫ રૂપિયા (માસિક ૨૬,૯૧૦ રૂપિયા) વેતન મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.