Western Times News

Gujarati News

કેનેડાએ ભારતીયો માટે એવી સ્કીમ લોન્ચ કરી કે શરૂ કરતા જ થઈ પડાપડી

નવી દિલ્હી, અમેરિકા અને કેનેડા હાલ ભારતીયો માટે હોટ ફેવરિટ છે. અહી જવા માટે ગુજરાતીઓ ગમે તેટલા રૂપિયા ખર્ચવા તૈયાર હોય છે. આવામાં કેનેડાની સરકારે એચ-૧ બી વિઝાધારકો માટે વિઝાની સ્કીમ લોન્ચ કરી હતી. Government of Canada launched visa scheme for H-1B visa holders

ત્યારે અમેરિકામાં રહેતા એચ-૧ બી વિઝાધારકોની કેનેડામાં વર્ક પરમિટ લેવા માટે પડાપડી થઈ રહી છે. ટેકનો કંપનીઓની છટણીનો ભોગ બનેલા આઈટી પ્રોફેશનલ્સે મોટી સંખ્યામાં અરજી કરી છે. જાેકે, હવે સ્થિતિ એવી છે કે, ૧૦ હજારની સંખ્યા થતા સરકારે આ સ્કીમ બંધ કરી છે. જેને કારણે ભારતીયોના કેનેડા સેટલ્સ થવાના અરમાન માટીમાં મળ્યાં છે.

હાલ અમેરિકામાં સ્થિતિ બહુ જ ખરાબ છે. અમેરિકામાં મોટાપાયે છટણી થઈ રહી છે. ખાસ કરીને આઈટી કંપનીઓમાં છટણી થઈ રહી છે. જેમાં મોટાપાયે ભારતીયો શિકાર બની રહ્યાં છે. આઈટી કંપનીઓમાં છુટા થયેલા ભારતીયોએ નોકરીઓ ગુમાવી છે. તેથી હવે તેઓ બીજી નોકરી શોધી રહ્યાં છે. આથી કેનેડા સરકાર મદદે આવી હતી. કેનેડા સરકારે એચ-૧ બી વિઝાધારકો માટે વિઝાની સ્કીમ લોન્ચ કરી હતી.

પરંતુ કેનેડા સરકારની એક ઓફર પર ભારતીયોઓએ પડાપડી કરી હતી. અમેરિકામાં નોકરી ગુમાવી ચૂકેલા ભારતીયોએ મોટાપાયે અરજી કરી હતી. એચ-૧ બી વિઝાધારકોએ કેનેડામાં અરજી કરવા પડાપડી કરી છે. શરૂઆતમાં ૧૦ હજાર અરજી સ્વીકારવાનો લક્ષ્યાંક કેનેડાની સરકારે રાખ્યો હતો.

પરંતુ અરજી માટે પડાપડી થતા જ કેનેડાની ઈમિગ્રેશન એજન્સીએ સ્કીમ હાલ પૂરતી બંધ કરવાની જાહેરાત કરી છે. કેનેડિયન સરકારનું કહેવુ છે કે, સ્કીમ શરૂ કરવાના પહેલા જ દિવસે મોટી સંખ્યામાં અરજી કરી હતી. અરજીઓ વધી જતા કેનેડા સરકારે સ્કીમ બંધ કરી છે.

જાેકે, સ્કીમ બંધ કર્યા બાદ કેનેડા સરકારે એમ પણ જણાવ્યું કે, અમને મોટી સંખ્યામાં અરજી મળી હતી. નિર્ધારિત લક્ષ્યાંકની મર્યાદા એક જ દિવસમાં પૂરી થઈ જતા સ્કીમ હાલ પૂરતી બંધ કરાઈ છે. કદાચ ભવિષ્યમાં ફરીથી એન્ટ્રી કરવામાં આવી શકે છે.

કેનેડાની વિઝા સ્કીમમાં વર્ક પરમિટ મેળવનારા વિઝાધારકના પરિવારના સભ્યોને પણ સ્ટડી કે વર્ક વિઝા આપવાની જાેગવાઈ હોવાથી તેને આટલો સારો પ્રતિસાદ મળ્યો છે. આ વિઝા મેળવનારને ત્રણ વર્ષની વર્ક પરમિટ મળશે. જેની સમય મર્યાદા વધારવાની પણ સુવિધા આપવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.