Western Times News

Gujarati News

ભારતે 75 ભારતીય નાગરિકોને સીરિયામાંથી એર લિફ્ટ કર્યા

નવી દિલ્હી, સીરિયામાં સત્તા હવે બળવાખોર જૂથોના નિયંત્રણમાં છે. બળવાખોરોના કબજામાં હોવા છતાં ઘણી જગ્યાએ વિસ્ફોટ થઈ રહ્યા છે. હુમલાઓ થઈ રહ્યા છે. સરકારી ઈમારતો સળગાવવામાં આવી રહી છે. લૂંટ ચલાવવામાં આવી રહી છે.

આ દરમિયાન ભારતે સીરિયામાંથી ૭૫ ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સુરક્ષા સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી, આ ઓપરેશનનું સંકલન દમાસ્કસ અને બેરૂતમાં ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવ્યું હતું.વિદેશ મંત્રાલયે મોડી રાત્રે જારી કરેલા એક નિવેદનમાં કહ્યું કે, ‘ભારત સરકારે ૭૫ ભારતીય નાગરિકોને સીરિયામાંથી બહાર કાઢ્યા છે.’

વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, તમામ લોકો સુરક્ષિત રીતે લેબનોન પહોંચી ગયા છે અને તેઓ ભારત પરત ફરશે.વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘જે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમાં જમ્મુ-કાશ્મીરના ૪૪ તીર્થયાત્રીઓનો સમાવેશ થાય છે, જેઓ સઈદા ઝૈનબમાં ફસાયેલા હતા.

તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે લેબનોન પહોંચી ગયા છે અને ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્‌સ દ્વારા ભારત પરત ફરશે, વિદેશ મંત્રાલયે કહ્યું કે સરકાર વિદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. વિદેશ મંત્રાલયે સીરિયામાં રહેતા ભારતીય નાગરિકોને દમાસ્કસમાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપી છે. સરકાર સ્થિતિ પર ચાંપતી નજર રાખશે.

હયાત તહરિર અલ-શામ હવે સીરિયામાં સત્તા પર નિયંત્રણ ધરાવે છે. કમાન બળવાખોરોના હાથમાં આવી ગઈ છે. સ્થિતિ ભયાનક છે. એચટીએસ લડવૈયાઓ બશર અલ-અસદ સરકાર અને સેના સાથે જોડાયેલા લોકોને શોધી રહ્યા છે. તે તેમને પકડીને મારી રહી છે.

પૂર્વ રાષ્ટ્રપતિ અસદના ભત્રીજાને પહેલા માર મારવામાં આવ્યો અને પછી ચાર રસ્તા પર લટકાવી દેવામાં આવ્યો. તેનું નામ સુલેમાન અસદ છે. સુલેમાન અસદ સીરિયન સેનામાં વરિષ્ઠ અધિકારી હતા. આટલી ઘાતકી હત્યા બાદ અસદના ગઢ લતાકિયામાં લોકો ગુસ્સામાં છે.

એચટીએસને ડર એટલો બધો છે કે હવે કુર્દિશ લડવૈયાઓ અને અસદ સેનાના સૈનિકો આત્મસમર્પણ કરી રહ્યા છે. ઘૂંટણિયે બેસીને સૈનિકોએ બળવાખોરોને ટેકો જાહેર કર્યાે.

એચટીએસ ચીફ મોહમ્મદ અલ ગોલાનીએ કહ્યું છે કે સીરિયાના લોકો પર અત્યાચારમાં સામેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓની યાદી બનાવવામાં આવી રહી છે. જે કોઈ આ વિશે માહિતી આપશે તેમને ઈનામ આપવામાં આવશે. ગોલાણીએ એમ પણ કહ્યું કે અમે આવા લોકોને બક્ષીશું નહીં. તેઓ ભયાનક સજા આપશે, જેનું ટ્રેલર પણ અસદના ભત્રીજાને જાહેરમાં ફાંસી આપી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.