મૃત્યુદંડની સજા થયેલ નૌકાદળના અધિકારીઓને ભારત સરકાર કાનૂની મદદ પૂરી પાડશે
નવી દિલ્હી, કતારમાં ૮ ભારતીયોને મોતની સજા સંભળાવવામાં આવી છે. કતારની કોર્ટે આજે એટલે કે ગુરુવારે જેલમાં બંધ ૮ ભારતીયોને ફાંસીની સજાનું એલાન કર્યું છે. કતારની કોર્ટ દ્વારા આઠ ભારતીય નાગરિકોને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા પર ભારતે કહ્યું છે કે તે આ ર્નિણયથી અત્યંત સ્તબ્ધ છે અને આ મામલે તમામ કાયદાકીય વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.
હવે સવાલ એ થાય છે કે આ ૮ ભારતીયો કોણ છે અને તેઓ કતારમાં શું કરતા હતા અને કેટલા સમયથી જેલમાં હતા? ખરેખરમાં કતાર કોર્ટે જે આઠ ભારતીયોને મૃત્યુદંડની સજા સંભળાવી છે તે તમામ ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારીઓ છે. નેવીના આ ૮ ભૂતપૂર્વ અધિકારીઓ ગત વર્ષ એટલે કે ઓગસ્ટ ૨૦૨૨થી કતારની જેલમાં છે.
જાેકે તેમનો ગુનો શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. એવું કહેવામાં આવ્યું હતું કે કતારના અધિકારીઓ દ્વારા તેમની સામેના આરોપો જાહેર કરવામાં આવ્યા નથી. તમામ આઠ ભારતીય ખાનગી કંપની દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસમાં કામ કરતા હતા. કતારમાં ભારતના રાજદૂત આ વર્ષે ૧ ઓક્ટોબરે આ કર્મચારીઓને જેલમાં મળ્યા હતા.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે અમને શરૂઆતમાં માહિતી મળી હતી કે કતારની ફર્સ્ટ ઇન્સ્ટન્સ કોર્ટે આજે અલ દહરા કંપનીના આઠ ભારતીય કર્મચારીઓ સાથે સંબંધિત કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. અમે મૃત્યુદંડની સજાથી અત્યંત આઘાત અનુભવીએ છીએ અને ચુકાદાની સંપૂર્ણ વિગતોની રાહ જાેઈ રહ્યા છીએ. અમે પરિવારના સભ્યો અને કાનૂની ટીમના સંપર્કમાં છીએ.
અમે તમામ કાયદાકીય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ. વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે અમે આ બાબતને ખૂબ મહત્ત્વ આપીએ છીએ અને તેના પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. અમે તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાય પૂરી પાડવાનું ચાલુ રાખીશું. અમે આ ર્નિણયને કતારના સત્તાવાળાઓ સમક્ષ પણ ઉઠાવીશું. આ કેસમાં કાર્યવાહીની ગોપનીય પ્રકૃતિને કારણે આ સમયે વધુ ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં.
કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશ કતારની જેલમાં બંધ છે. જેમને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. તેઓ બધા દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસીસમાં કામ કરતા હતા. જે રોયલ ઓમાની એરફોર્સના નિવૃત્ત સ્ક્વોડ્રન લીડરની માલિકીની સંરક્ષણ સેવા પ્રદાતા કંપની છે.SS1MS