સરકારે કોર્પોરેટ સામાજિક જવાબદારી માટે મોડલ તરીકે એમેઝોન પ્રતિધી સ્કોલરશિપને માન્યતા આપી
- સ્કોલરશિપ પ્રોગ્રામને વિસ્તાર્યોઃ એમેઝોન ઈન્ડિયાના પ્રતિધી સ્કોલરશિપ પ્રોગ્રામે લાભાર્થીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધારીને લગભગ 1,200 વિદ્યાર્થીઓ સુધી કરી છે
- ઉચ્ચ સ્તરની મેન્ટરશિપઃ આ પ્રોગ્રામની મેન્ટરશિપ પહેલ સાઇઝની બાબતે ડબલ થઈ ગઈ છે જે જરૂરી કુશળતાઓ અને પ્રેરણાત્મક વાર્તાઓ અંગે 175 વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે
બેંગાલુરૂ, એમઝોન ઈન્ડિયાએ તેની ત્રીજી વાર્ષિક પ્રતિધી સ્કોલરશિપ પ્રોગ્રામ માટે વિદ્યાર્થીઓને સન્માનિત કરવાની આજે જાહેરાત કરી હતી. આ પહેલનો ઉદ્દેશ તેના ડિલિવરી એસોસિયેટ્સના બાળકોને સશક્ત બનાવવાનો હતો. આ વર્ષનો પ્રોગ્રામ લગભગ 1,200 વિદ્યાર્થીઓને નાણાંકીય સહાય પૂરી પાડશે અને તેમને પોતાની શૈક્ષણિક આકાંક્ષાઓ આગળ વધારવા અને નાણાંકીય અવરોધોમાંથી બહાર આવવામાં મદદ કરશે. Government Recognizes Amazon’s Pratidhi Scholarship as a Model for Corporate Social Responsibility.
પ્રતિધિ સ્કોલરશિપ ટ્યૂશન ફી, સ્કૂલ સપ્લાય અને અન્ય શૈક્ષણિક ખર્ચ માટે રૂ. 6,000ની નાણાંકીય મદદ પૂરી પાડે છે. આ ઉપરાંત દિવ્યાંગ વિદ્યાર્થીઓને થેરાપેટિક ખર્ચ, સ્કૂલ સપ્લાય અને પુસ્તકો માટે રૂ. 10,000ની સ્કોલરશિપ મળે છે. લાયક ઉમેદવારો નક્કી કરવા માટે કડક મૂલ્યાંકન પ્રક્રિયા હાથ ધરાવા એમેઝોને Buddy4Study India Foundation સાથે ભાગીદારી કરી છે. શૈક્ષણિક ધોરણો, નાણાંકીય જરૂરિયાત અને નેતૃત્વની સંભાવનાના આધારે સ્કોલરશિપ આપવામાં આવે છે. લાયક ઠરેલા દરેક ડ્રાઇવર એસોસિયેટ દીઠ મહત્તમ બે બાળકોને સ્કોલરશિપ મળી શકે છે.
આ ઉપરાંત રસ ધરાવતા વિદ્યાર્થીઓ મેન્ટરશિપ પ્રોગ્રામ માટે પણ અરજી કરી શકે છે. 2024માં અમારા મેન્ટરશિપ પ્રોગ્રામમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી જેમાં મેન્ટર અને મેન્ટી બંનેમાં 100 ટકાથી વધુનો વધારો જોવાયો હતો. કુલ 73 સમર્પિત વોલ્યુન્ટિયર્સે સાયબર સિક્યોરિટી અને ભારતના અગ્રણી લોકોની પ્રેરણાદાયક સફર જેવા મહત્વના વિષયો પર 175 વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. 2023 કરતાં આ દિશામાં ઘણી પ્રગતિ જવાઈ છે. ગયા વર્ષે 38 મેન્ટર્સે 45 વિદ્યાર્થીઓને ઇંગ્લિશ કમ્યૂનિકેશન અને નાણાંકીય સાક્ષરતા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
એમેઝોન ઈન્ડિયાના લાસ્ટ માઇલ ઓપરેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ ડો. કરૂણા શંકર પાંડેએ જણાવ્યું હતું કે એમેઝોનના લાસ્ટ-માઇલ ઓપરેશન્સના મહત્વના ભાગ તરીકે ડ્રાઇવર એસોસિયેટ્સ કંપનીના બિઝનેસના કેન્દ્રમાં છે. પ્રતિધી સ્કોલરશિપ પ્રોગ્રામ એ ડ્રાઇવરોના કલ્યાણ માટે એમેઝોનની બહોળી પ્રતિબદ્ધતાનો ભાગ છે જે સુનિશ્ચિત કરે છે કે તેમના પરિવારોને ગુણવત્તાસભર શિક્ષણ મળે. એમેઝોન આવતી પેઢીના લીડર્સને સશક્ત બનાવવા માટે સમર્પિત છે. અમે આ વિદ્વોની સિદ્ધિઓની ઊજવણી કરતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટેની સફરમાં તેમને ટેકો આપતા આનંદ અનુભવીએ છીએ.
કર્ણાટક સરકારના પરિવહન વિભાગના સેક્રેટરી અને શ્રમ વિભાગના સેક્રેટરી ડો. એન. વી. પ્રસાદે આ પહેલની સરાહના કરતા જણાવ્યું હતું કે અમે પ્રતિધી જેવા કાર્યક્રમોનું સ્વાગત કરીએ છીએ જે કામદારોના કલ્યાણ અને સમાવેશક વૃદ્ધિ માટે મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. ડ્રાઇવર એસોસિયેટ્સના પરિવારોને ગુણવત્તાસભર શિક્ષણની એક્સેસથી સશક્ત બનાવીને એમેઝોન કોર્પોરેટ જવાબદારી માટેના માપદંડો સ્થાપે છે. આ પહેલ સામાજિક સુરક્ષા અને શ્રમિકોના ઉત્થાન સુનિશ્ચિત કરવા માટે સરકારના વિઝન સાથે સરળ રીતે જોડાય છે જે દર્શાવે છે કે કેવી રીતે જાહેર અને ખાનગી ક્ષેત્રો વધુ સમાન અને સમૃદ્ધ ભવિષ્ય માટે સહયોગ સાધી શકે છે.
પ્રતિધી સ્કોલરશિપ 2022માં શરૂ કરવામાં આવી હતી જે ડ્રાઇવર્સના પરિવારો પર કેન્દ્રિત પરોક્ષ નાણાંકીય સહાય છે જેમાં તેમના બાળકો માટે સ્કોલરશિપની જોગવાઈ જાહેર કરવામાં આવી હતી. પ્રતિધી સ્કોલરશિપ પ્રોગ્રામ પ્રતિભાઓનું જતન કરવા અને ભારતમાં શૈક્ષણિક આકાંક્ષાઓને ટેકો આપવા માટે એમેઝોનની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આગળ ધપાવવા માટે સશક્ત બનાવીને આ પ્રોગ્રામનો ઉદ્દેશ આ બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનો છે.