Western Times News

Gujarati News

પ્રમોશનલ ફોન કોલ, ટેકસ્ટ મેસેજ પર અંકુશ માટે સરકારની નવી ગાઈડલાઈન

પ્રતિકાત્મક

ગ્રાહકની સંમતિ વગરના બીઝનેસ કમ્યુનીકેશન પર પ્રતિબંધની જોગવાઈ ઃ ગ્રાહકોને અનઅધિકૃત માર્કેટીંગથી બચાવવાનો હેતુ

(એજન્સી)નવીદિલ્હી, પ્રમોશનલ કોલ અને ટેકસ્ટ મેસેજીગ જેવા અનિચ્છનીય અને બિનજરૂરી બીઝનેસ કમ્યુનીકેશન પર અંકુશ મુકવા માટે ગ્રાહક બાબતોના મંત્રાલયે ગુરુવારે ડ્રાફટ ગાઈડલાઈન જારી કરી હતી.

સરકારી સુચીત નિયમોના આ મુસદા અંગે ર૧ જુલાઈ સુધી જાહેર અભીપ્રાય પર માંગ્યા છે. ડ્રાફટ માર્ગદર્શીકાનો હેતુ ગ્રાહકોને પરેરાશ કરતાં અનધિકૃત માર્કેટીગથી બચાવવાનો છે. Government’s New Guidelines to Control Unwanted Promotional Calls, Messages

ટેલીકોમ કંપનીએ અને નિયનકારો સહીત હીતધારકો સાથે પરામર્શ કર્યા પછી આ માર્ગદર્શીકા તૈયાર કરાઈ છે. આ માર્ગદર્શીકામાં પ્રોડકટસ અને સર્વીસીસ સંબંધીત પ્રમોશનલ અને સર્વીસ મેસેજને બીઝનેસ કોમ્યુનીકેશન ગણવામાં આવ્યાં છે. જોકે તેમાં અંગત સંદેશાવ્યવહારને બાકાત રખાયો છે. આ માર્ગદર્શીકા એવા તમામ વ્યકિતઓ અને કંપનીઓને લાગુ પડશે કે જેઓ બીઝનેસ કે સર્વીસ કમ્યુનીકેશન કરે છે. અથવા તેનો લાભ લે છે.

ડ્રાફટ માર્ગદર્શીકા એવા તમામ બિઝનેસ કમ્યુનીકેશનને અવાંછીત અઅને અનિચ્છનીય તરીકે વર્ગીકૃત કરે છે. જેમાં તે પ્રાપ્તકર્તાની સંમતી લેવાઈ નથી અથવા રજીસ્ટ્રર પ્રેફરન્સ પાલન કરતી નથી.

આ માર્ગદશીકામાં કસ્ટમર પ્રેફરન્સિ આધારીત કર્મીશયલ મેસેજ અંગેની ટેલીકોમ રેગ્યુલેટર ટેલીકોમ રેગ્યુલેશન ઓથોરીટી ઓફ ઈન્ડીયા (TRAI) ટ્રાઈના નિયમોનું પાલન કરતાં નથી તેવા તમામ ફોન કોલ મેસેજ કે કમ્યુનીકશન પર પ્રતીબંધની જોગવાઈ છે.

ટ્રાઈના રજીસ્ટ્રડ ટેલીમાર્કેટસના માટેના નિયમો અસરકારક પુરવાર થયા છે. પરંતુ ખાનગી ૧૦ આંકડાના નંબરનો ઉપયોગગ કરીને હજુ પણ અનરાજીસ્ટર્ડ માર્કેટસ આવા કોલા કે મેસેજ કરી રહયા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે નોટ ડીસ્ટર્બ ડીએનડી રજીસ્ટ ટેલીમાર્કેટર્સ માટે અત્યંત અસરકારક રહી છે.

પરંતુ અનરજીસ્ટર્ડ ટેલીમાર્કેટર્સ અને ૧૦-અંકના ખાનગી નંબરનો ઉપયોગ કરનારાઓ તરફથી બીનજરૂરી સંદેશાવ્યવહાર અવિરત પણ ચાલુ છે. સરકાર ગ્રાહક હીત અને ગ્રાહક અધીકારોનું રક્ષણ કરવા માટે પ્રતીબદ્ધ છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.