દેશમાં એક કરોડ ગરીબ પરિવારોને ઘર આપવાનો સરકારનો વાયદો
બિહાર અને આંધ્રપ્રદેશ માટે પેકેજ જાહેર કરાયુ
(એજન્સી)નવી દિલ્હી, મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આવી ગયું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે ૨૦૨૪-૨૫ માટે બજેટ રજૂ કર્યું હતું. બજેટની શરૂઆત કરતા નિર્મલા સીતારમણે કહ્યું કે લોકોએ મોદી સરકાર પર ભરોસો વ્યક્ત કર્યો છે. બજેટમાં નીતીશ કુમારનું બિહાર અને ચંદ્રબાબુ નાયડુનું આંધ્રપ્રદેશ છવાયેલું રહ્યું છે. બંને રાજ્યોને ઘણી ભેટ મળી છે. બિહારમાં ૪૦ હજાર કરોડ રૂપિયા તો આંધ્રમાં ૧૫ હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કેન્દ્ર સરકાર કરવા જઈ રહી છે.
આ વખતે બજેટમાં નોકરીઓ અને Âસ્કલ ડેવલોપમેન્ટ પર પણ ફોક્સ રહ્યો છે. સરકારે નોકરીઓ વધારવા માટે કંપનીઓને ઈન્સેન્ટિવ આપવાની પણ જાહેરાત કરી છે. આ સિવાય એક કરોડ ગરીબ પરિવારોને ઘર આપવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે. ઈન્કમ ટેક્સને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. નવી ટેક્સ રિજિમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જૂની ટેક્સ રિજિમમાં કઈં જ ફેરફાર થયો નથી. નેચરલ ફા‹મગ પર જોર આપવામાં આવ્યું છે. બે વર્ષમાં ૧ કરોડ ખેડૂતોને નેચરલ ફા‹મગમાં મદદ કરવામાં આવશે. ૩૨ પાકોની ૧૦૯ જાતો લાવવામાં આવશે. પાકોનો ડિજિટલ સર્વે થશે. ૬ કરોડ ખેડૂતો અને તેમની જમીનોને રજિસ્ટ્રીમાં નોંધાવવામાં આવશે. ૨૦૨૪-૨૫માં કૃષિ અને તેની સાથે જોડાયેલા સેક્ટર માટે ૧.૫૨ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
રોજગાર માટે ત્રણ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પ્રથમ જોબમાં ૧ લાખ રૂપિયાથી ઓછી સેલેરી હોવા પર ઈપીએફઓમાં પ્રથમ વખત રજિસ્ટર કરનારને ૧૫ હજાર રૂપિયાની મદદ સરકાર કરશે. તેનાથી ૨.૧૦ કરોડ યુવાઓને ફાયદો થશે. રોજગાર આપવા પર સરકાર ઈન્સેન્ટિવ આપશે. ૧ લાખ રૂપિયાથી ઓછી સેલેરીવાળા કર્મચારીઓ રાખવા પર સરકાર નિમણૂંક કરનાર એમ્પ્લોયરના ઈપીએફઓ અંશદાનમાં દર મહિને ૩ હજાર રૂપિયા આપશે.
મોડલ Âસ્કલ લોન સ્કીમને સંશોધિત કરવામાં આવશે. જેનાથી ૭.૫ લાખ સુધીની લોન મળશે. સમગ્ર હાયર એજ્યુકેશન માટે ૧૦ લાખ રૂપિયા સુધીની લોન મળશે. લોન પર ૩ ટકાનું વ્યાજ સરકાર આપશે. લોન પર ૩ ટકાનું વ્યાજ સરકાર આપશે. તેના માટે ઈ-વાઉચર્સ આવશે, જે દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને મળશે. મહિલાઓ અને બાળકોને લાભ પહોંચાડનારી યોજનાઓ માટે ૩ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે.
હોસ્ટેલ અને ક્રેચની સુવિધાઓથી વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી વધારવામાં આવશે. બિહારઃ ૨૬ હજાર કરોડના ખર્ચથી પટના-પૂર્ણિયા એક્સપ્રેસવે, બક્સર-ભાગલપુર એક્સપ્રેસવેનો વિકાસ થશે. બક્સરમાં ગંગા-નદી પર ૨ લેન વાળો નવો પુલ બનશે. ૨૧,૪૦૦ કરોડના ખર્ચથી વિદ્યુત પરિયોજનાઓ શરૂ થશે. પુરથી બચવા માટે ૧૧,૫૦૦ કરોડ રૂપિયા આપવામાં આવશે.
નવું એરપોર્ટ, મેડિકલ અને સ્પોર્ટ્સ પ્રોજેક્ટ શરૂ થશે. આંધ્રપ્રદેશઃ ૧૫ હજાર કરોડ રૂપિયાનું સ્પેશિયલ પેકેજ મળશે. પોલાવરમ સિંચાઈ પરિયોજનાને ઝડપથી પૂરી કરવામાં આવશે.
વિશાખાપટ્ટનમ-ચેન્નાઈ ઈકોનોમિક કોરિડોરમાં કોપ્પાથી ક્ષેત્ર અને હૈદરાબાદ-બેંગલુરુ ઈકોનોમિક કોરિડોરમાં ઓરવાકલ ક્ષેત્રમાં પાણી, વીજળી, રેલવે અને રસ્તાઓ માટે ફન્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉદ્યોગઃ મુદ્રા યોજના અંતર્ગત લોનની સીમા ૧૦ લાખથી વધારીને ૨૦ લાખ રૂપિયા કરવામાં આવી છે. ખરીદનારાઓને ટ્રેડર્સ પ્લેટફોર્મમાં સામેલ કરવા માટે કારોબારની સીમા ૫૦૦ કરોડથી ઘટાડીને ૨૫૦ કરોડ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર ૨૦૨૪-૨૫માં ૪૮ લાખ ૨૦ હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરશે. ૧૧ લાખ કરોડ રૂપિયાથી વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ થશે. રક્ષા મંત્રાલયને ૬.૨૧ કરોડ રૂપિયાથી વધુનું બજેટ આપવામાં આવ્યું છે. તેમાંથી હથિયારોની ખરીદી પર ૧.૭૨ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.સરકારને સૌથી વધુ કમાણી ઈન્કમ ટેક્સ અને જીએસટીથી થશે. ઈન્કમ ટેક્સથી ૧૯ ટકા અને જીએસટીથી ૧૮ ટકાની આવક થશે.
ખર્ચ માટે સરકાર ૨૭ ટકા પૈસા ઉધાર લેશે. સૌથી વધુ ૨૧ ટકા પૈસા રાજ્યોને ટેક્સનો હિસ્સો આપવા અને ૧૬ ટકા કેન્દ્રની યોજનાઓ પર ખર્ચ થશે. જ્યારે લોન પર વ્યાજ ચુકવવામાં ૧૯ ટકા રકમ ખર્ચ થશે.