રાજ્યપાલ સરકારની રચના કે રાજકારણમાં દખલ ન કરી શકેઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, મહારાષ્ટ્રમાં એકનાથ શિન્દેની સરકાર રચવાને પડકારતી ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમકોર્ટે તત્કાલીન ગવર્નરની ભૂમિકા સામે સવાલો ઊઠાવ્યા હતા. કોર્ટે ભગત સિંહ કોશ્યારી અંગે સવાલ ઊઠાવતાં કહ્યું કે છેવટે એક રાજ્યપાલ કેવી રીતે રાજકારણમાં દખલ કી શકે? તે રાજકીય ગઠબંધન અને સરકારની રચના અંગે કેવી રીતે ટિપ્પણી કરી શકે?
કોર્ટ દ્વારા આ પ્રતિક્રિયા રાજ્યપાલ તરફથી હાજર સોલિસીટર જનરલ તુષાર મહેતાના જવાબ પર આવી હતી. મહેતાએ કહ્યું હતું કે તમે મતદાર પાસે એક વ્યક્તિ તરીકે નથી જતા પણ સંયુક્ત વિચારધારાના નામે પહોંચો છો. મતદારો વિચારધારાના નામે વોટ આપે છે, જેને પાર્ટીઓ પ્રોજેક્ટ કરે છે.
એક અહેવાલ અનુસાર તુષાર મહેતાએ કહ્યું કે આપણે હોર્સ ટ્રેડિંગ શબ્દ સાંભળ્યો છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ વિપરિત વિચારધારાના લોકો સાથે મળીને સરકાર રચી લીધી જે શિવસેના અને ભાજપના ગઠબંધન વિરુદ્ધ મેદાને હતી. જાેકે આ ટિપ્પણીને કોર્ટે રાજ્યપાલની રાજકીય સક્રિયતા તરીકે લીધી. જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની બેન્ચે કહ્યું કે છેવટે રાજ્યપાલ આવા મામલે બોલે જ કેમ છે? તે સરકારની રચના અંગે કેવી રીતે બોલી શકે. અમે ફક્ત એટલું કહી રહ્યા છીએ કે એક રાજ્યપાલે રાજકીય બાબતોમાં દખલ ન કરવી જાેઈએ.SS2.PG