Western Times News

Gujarati News

રાજ્યપાલે ફ્લોર ટેસ્ટનો કોઇ આદેશ આપ્યો નથી: મહારાષ્ટ્ર રાજભવન

મુંબઈ, મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજનીતિક સંકટ વચ્ચે એક સમાચાર સામે આવ્યા હતા કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ૩૦ તારીખે ૧૧ કલાકે ફ્લોર ટેસ્ટ માટે બોલાવ્યા છે. જાેકે મહારાષ્ટ્ર રાજભવને સ્પષ્ટ કર્યું છે કે આ લેટર નકલી છે. મહારાષ્ટ્ર રાજભવને જણાવ્યું કે રાજ્યપાલ દ્વારા ૩૦ જૂને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવા સંબંધિત આદેશને લઇને સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો લેટર નકલી છે.Governor has not ordered any floor test: Maharashtra Raj Bhavan

પહેલા ૮ અપક્ષ ધારાસભ્યોએ આધિકારિક ઇ-મેઇલ આઈડીથી રાજ્યપાલને ઇ-મેઇલ મોકલીને ઝડપથી ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગણી કરી હતી. આ પછી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ પાસે આવી જ માંગણી કરી હતી.

રાજ્યપાલ સાથે મુલાકાત પછી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાજ્યપાલને અમે કહ્યું છે કે રાજ્યની જે પરિસ્થિતિ જાેવા મળી રહી છે તેમાં ૩૯ ધારાસભ્યો શિવસેનામાંથી બહાર છે અને સ્પષ્ટ છે કે તે સરકારમાં રહેવા માંગતા નથી. અમે રાજ્યપાલને જી ને કહ્યું છે કે સરકાર અલ્પમતમાં જાેવા મળે છે તેથી તાત્કાલિક આદેશ આપો કે મુખ્યમંત્રી ફ્લોર ટેસ્ટમાં પોતાની બહુમતિ સાબિત કરે.

ભાજપામાં ઉચ્ચ પદસ્થ સૂત્રોએ કહ્યું કે વિલય આવશ્યક નથી કારણ કે શિંદે જૂથ મૂળ શિવસેના છે. તેમણે કહ્યું કે શિવસેના વિભાજિત થઇ ગઈ છે અને એકનાથ શિંદે પાસે બહુમત છે. જેથી તે મૂળ શિવસેના છે.

શિંદે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) સાથે જવાની અફવો વિશે સૂત્રોએ કહ્યું કે તે (બળવાખોર ધારાસભ્યો)ક્યારેય જશે નહીં. બીજેપીના સૂત્રોએ કહ્યું કે ડિપ્ટી સ્પીકર આવું કશું જ કરવાની હિંમત નહીં કરે જે કાનૂનની વિરુદ્ધમાં હોય.

જાે આવું કશુંક કરશે તો રાજ્યપાલ એક પ્રોટેમ સ્પીકરની નિમણુક કરી શકે છે. ઉદ્ધવ સરકાર કાનૂની રુપથી મામલા પર કાર્યવાહી કરી શકે છે તેના પર સૂત્રએ કહ્યું કે જાે આવું થાય તો તે આમ કરશે પણ અમે તેના માટે તૈયાર રહીશું. સૂત્રોએ જણાવ્યું કે બળવાખોર ધારાસભ્યોની જાનમાલની રક્ષાની જવાબદારી હવે મહારાષ્ટ્ર સરકારની છે.

સૂત્રોએ એ પણ કહ્યું કે સીએમ ઉદ્ધવ ઠાકરે ૨૧ જૂને રાજીનામું આપવા માંગતા હતા પણ શરદ પવારે તેમને રોક્યા હતા. તેમણે ૨૨ તારીખે ફરીથી પદ છોડવાનો ર્નિણય કર્યો હતો પણ શરદ પવારે ફરીથી રોકી લીધા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.