રાજ્યપાલે સુરત ખાતે તેરાપંથ જૈન સમુદાયના આચાર્ય પ્રવર શ્રી મહાશ્રમણજી સાથે મુલાકાત કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/09/terapanth-1024x880.jpg)
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સુરતના વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજ ખાતે ચાતુર્માસ વિતાવી રહેલા તેરાપંથ જૈન સમુદાયના ગુરૂદેવ આચાર્ય પ્રવર શ્રી મહાશ્રમણજી સાથે મુલાકાત કરી હતી.
આચાર્ય મહાશ્રમણજી ૧૧૦ જૈન સાધ્વીઓ અને ૫૮ સાધુઓ મળી કુલ ૧૬૮ સાધુ સાધ્વીઓ સાથે ગત તા.૧૫મી જુલાઇથી તા.૧૫મી નવેમ્બર સુધી ચાતુર્માસ માટે અહીં રોકાયા છે.
રાજ્યપાલશ્રીએ સુરતમાં આચાર્યશ્રી સાથે મુલાકાત કરી તેમના ક્ષેમકુશળ પૂછયા હતા. આચાર્ય પ્રવર શ્રી મહાશ્રમણજીએ પણ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના શુભત્વની કામના કરી શુભાશિષ આપ્યા હતા.