Western Times News

Gujarati News

રાજ્યપાલે ભારત-પાક. આંતરરાષ્ટ્રીય સરહદની મુલાકાત લીધી 

રાજ્યપાલે અંતરિયાળ ગામોની સાથે સાથે કોઈ રાજ્યપાલ બનાસકાંઠા જિલ્લાના આ અંતરિયાળ ગામોની મુલાકાતે આવ્યા હોય એવી આ પ્રથમ ઘટના હશે

બનાસકાંઠા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બે દિવસમાં બનાસકાંઠા જિલ્લાના છ સરહદી ગામોની મુલાકાતની સાથે સાથે નડાબેટ પાસે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની પણ મુલાકાત લીધી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બનાસકાંઠા જિલ્લાના પાકિસ્તાનની સરહદને અડીને આવેલા સૂઈગામ તાલુકાના સીમાવર્તી ગામોઃ પાડણ, ભરડવા, સૂઈગામ, બોરુ, મસાલી અને માધપુરાની બે દિવસ દરમિયાન મુલાકાત લીધી હતી.

Governor visited Indo-Pak. International border

કોઈ રાજ્યપાલ બનાસકાંઠા જિલ્લાના આ અંતરિયાળ ગામોની મુલાકાતે આવ્યા હોય એવી આ પ્રથમ ઘટના હશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ તમામ ગામોમાં ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. દેશના અન્ય ભાગોમાં વસતા નાગરિકો જેવી જ સુખ સુવિધાઓ સીમાવર્તી ગામોમાં વસતા નાગરિકોને મળવી જાેઈએ એવા આગ્રહ સાથે તેમણે નાગરિકોની રજૂઆતો સાંભળીને

તેના યોગ્ય નિરાકરણ માટે વહીવટી તંત્રને નિર્દેશ આપ્યા હતા. આચાર્ય દેવવ્રતજીએ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર નડાબેટની મુલાકાત લીધી હતી. તેમણે માતૃભૂમિની રક્ષા કરતા જવાનોને મળીને દેશસેવાના વીરતાભર્યાં કામ માટે શુભેચ્છાઓ પાઠવી. રાજ્યપાલએ જવાનોને મળતી સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.