AMAમાં ગોવિંદ ધોળકિયાની આત્મકથાની ગુજરાતી આવૃત્તિનાં પુસ્તકનું વિમોચન કરાયું
એએમએ દ્રારા ૪૪મું વિક્રમ સારાભાઈ મેમોરિયલ લેક્ચર “લીડરશીપ” વિષય પર યોજાયું
એએમએ દ્રારા વાર્ષિક વિક્રમ સારાભાઈ મેમોરિયલ વ્યાખ્યાન “વિક્રમ એ. સારાભાઈ – એએમએ મેમોરિયલ ટ્રસ્ટ”ના આશ્રય હેઠળ ૧૯૭૭માં શરૂ કરવામાં આવેલ કે જે એએમએના સ્થાપક પ્રમુખ ડૉ. વિક્રમ સારાભાઈની યાદમાં સમર્પિત છે. આ વ્યાખ્યાન ભારતની અને વિદેશની અનેક સુપ્રતિષ્ઠિત વ્યક્તિઓ, નોબેલ પારિતોષિક વિજેતાઓ દ્રારા સંબોધિત કરવામાં આવેલ છે.
આ મેમોરિયલ વ્યાખ્યાનના ઉપક્રમે એએમએ દ્રારા ૪૪મું વિક્રમ સારાભાઈ મેમોરિયલ લેક્ચર શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા. લિ. અને એસઆરકે નોલેજ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ શ્રી ગોવિંદ ધોળકિયા દ્રારા “લીડરશીપ” વિષય પર સંબોધિત કરવામાં આવ્યું.
શ્રી ગોવિંદ ધોળકિયાની આત્મકથા “ડાયમંડ્સ આર ફોરએવર સો આર મોરલ્સ” પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન ડૉ. સાવન ગોડિયાવાલા, પીએચડી, સીએ, એલએલબી, એન્જલ ઇન્વેસ્ટર, સ્ટાર્ટ-અપ મેન્ટર, આઇઆઇએમએ અને આઇઆઇટી ગાંધીનગરના વિઝિટિંગ પ્રોફેસર, એએમએના પ્રેસિડેન્ટ; શ્રી રાજીવ ગાંધી, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, હેસ્ટર બાયોસાયન્સ લિ.,
એએમએના વાઇસ પ્રેસિડેન્ટ; શ્રી કાર્તિકેય સારાભાઈ, ડાયરેક્ટર, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, નેહરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ, સભ્ય – ગવર્નિંગ કાઉન્સિલ, એએમએ; અને શ્રી ચિંતન શેઠ, મેનેજિંગ ડિરેક્ટર, આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ દ્રારા કરવામાં આવ્યું હતું. શ્રી ગોવિંદ ધોળકિયાએ નેતૃત્વ વિશે સંબોધન અને તેમના પુસ્તક વિશે વાર્તાલાપ કરતાં જણાવ્યું હતું કે નૈતિકતા હીરા કરતાં વધુ મૂલ્યવાન છે.