ગોવિંદાએ કરણ જોહરને ગણાવ્યો હતો ડેવિડ ધવનથી પણ વધારે ખતરનાક

મુંબઈ, બોલિવુડ એક્ટર ગોવિંદા અને જાણીતા ફિલ્મ ડાયરેક્ટર ડેવિડ ધવન વચ્ચેનો અણબનાવ કોઈનાથી છૂપો નથી. ઘણી વખત તો એવું પણ બન્યું કે, જ્યારે બંનેએ એકબીજાની વિરુદ્ધ બોલવાથી પણ અચકાયા નહીં. એક સમય એવો હતો કે જ્યારે ગોવિંદા સાથે ડેવિડ ધવને ૧૭ ફિલ્મો કરી હતી.
એ જમાનામાં ગોવિંદા અને ડેવિડે મળીને ‘કુલી નંબર ૧’, ‘હીરો નંબર ૧’, ‘જાેડી નંબર ૧’, ‘હસીના માન જાયેગી’, ‘બડે મિયાં છોટે મિયાં’, ‘દીવાના મસ્તાના’થી લઈને ‘બનારસી બાબુ’ જેવી ઘણી ફિલ્મો બનાવી અને તે જાેડી ‘નંબર ૧’ બની ગઈ.
જાેકે, બંને વચ્ચેની જાેડી તૂટી ગઈ. બંને વચ્ચે મતભેદ એટલો વધી ગયો હતો કે, એકવખત ગોવિંદાએ ઈન્ટરવ્યુમાં એમ પણ કહી દીધું હતું કે, જ્યારે ડેવિડનો દીકરો વરુણ ધવન તેમની સાથે ૧૭ ફિલ્મો કરી લેશે ત્યારે ખબર પડશે. મેં મારા ડાયરેક્ટર ભાઈની સાથે પણ એટલી ફિલ્મો નહોંતી કરી, પરંતુ તેઓ (ડેવિડ ધવન) તેનું મહત્વ સમજી શક્યા નહીં.
ફરી એકવખત ગોવિંદાએ કરણ જાેહર પ્રત્યે પણ નારાજગી વ્યક્ત કરી અને તેની સરખામણી ડેવિડ ધવન સાથે કરી દીધી. એટલું જ નહીં, તેણે તો ત્યાં સુધી કહી દીધું કે, કરણ જાેહર ઈર્ષા કરે છે અને તે ડેવિડ કરતા પણ વધુ ખતરનાક છે. આ કિસ્સો ૫ વર્ષ જૂનો છે.
જ્યારે ગોવિંદા પોતાની ફિલ્મ ‘આ ગયા હીરો’ લઈને આવી રહ્યો હતો. તેની ફિલ્મના એક સપ્તાહ પછી કરણ જાેહરના ધર્મા પ્રોડક્શનમાં બેનેલી વરુણ ધવનની ફિલ્મ ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ રિલીઝ થવાની હતી. આ દરમિયાન ગોવિંદાએ એક ઈન્ટરવ્યુમાં કરણ જાેહરને ખતરનાક જણાવ્યો હતો.
ગોવિંદાએ આ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જાે તેને કરણના શોમાં બોલાવાશે તો તેના માટે નેશનલ સન્માનની વાત હશે. પરંતુ વરુણ ધવનની ફિલ્મ મારી ફિલ્મના એક સપ્તાહ પછી રિલીઝ કરી રહ્યા છે. એ દર્શાવે છે કે, તે કેટલા હંબલ અને ઈનોસન્ટ છે. તે તો મને ડેવિડ ધવન કરતા પણ વધુ ઈર્ષાળુ અને વધુ ખતરનાક લાગે છે. ગોવિંદાએ એમ પણ કહ્યું હતું કે, મને તેમણે ૩૦ વર્ષમાં ક્યારેય નથી બોલાવ્યો.
તે ક્યારેય પોતાના ગ્રુપની બહારના એક્ટર્સને નથી બોલાવતા અને તેમને હેલ્લો પણ નથી કહેતા. મને તો લાગે છે કે, તે સારા હૃદયના માણસ નથી. એ પણ તેમનો પ્લાન છે કે, તે મારી ફિલ્મના રિલીઝના જસ્ટ એક સપ્તાહ પછી પોતાની ફિલ્મ રિલીઝ કરી રહ્યા છે. મને તે ક્યારેય સીધા નથી લાગ્યા.SS1MS