Western Times News

Gujarati News

ચાલુ નોકરીએ વિદેશ જતા સરકારી બાબુઓ મુદ્દે સરકાર નવી ગાઈડલાઈન લાવશે

(એજન્સી)ગાંધીનગર, રાજ્યના જળસંપત્તિ, પાણી પુરવઠા, નર્મદા અને કલ્પસર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી સૂચના મુજબ, હવે સરકારી કર્મચારીઓને વિદેશ પ્રવાસે જવું વધારે કઠિન બનશે. કોઈ પણ સરકારી કર્મચારીએ વિદેશ પ્રવાસે જવું હોય તો તેમની રજાની તારીખના એક મહિના અગાઉ “ના વાંધા” પ્રમાણપત્ર લેવું ફરજિયાત રહેશે

અને તે માટે કર્મયોગી પ્લેટફોર્મ પર ઓનલાઈન અરજી કરવી પડશે. આ પગલાં રાજ્યની શાળાઓના કેટલાક શિક્ષકો વિના મંજૂરીના વિદેશ પ્રવાસની ઘટનાના ભોગ બન્યા પછી લેવામાં આવ્યું છે.

૨૦૧૬ના પરિપત્ર મુજબ સરકારી કર્મચારીઓ માટે વિદેશ પ્રવાસ માટે પૂર્વ મંજૂરી અને એનઓસી લેવાની નિયમાવલી હતી, પરંતુ જળસંપત્તિ વિભાગે નોંધ્યું છે કે, આ નિયમનું કડક પાલન થતું નહોતું. હાલમાં જ રાજ્યના જળસંપત્તિ વિભાગે સૂચના જારી કરી છે કે, જો કોઈ અધિકારી કે કર્મચારીને વિદેશ પ્રવાસે જવું હોય તો તે રજાની અરજી તેમની રજાની તારીખના એક મહિના પહેલાં જ કરવી જરૂરી છે. જો આ સમય મર્યાદા પછી દરખાસ્ત આવશે તો તેને મંજૂર કરાશે નહીં.

કર્મયોગી પ્લેટફોર્મ પર અરજી કરતી વખતે કર્મચારીને જરૂરી દસ્તાવેજો સાથેમાં ઓનલાઇન જોડી શકશે. જો દસ્તાવેજો અધૂરા હશે તો અરજીને પરત કરવામાં આવશે. સૂચના અનુસાર હવે કોઈ પણ વિદેશ પ્રવાસ માટેની અરજી ર્દ્ગંઝ્ર માટે મંજૂર કરવી હોય તો તે સમયે મહિના પહેલાં જ કરવી ફરજિયાત હશે. વિદેશ પ્રવાસની મંજૂરી માટે સંબંધિત કચેરીઓને પણ ચેતવણી આપવામાં આવી છે કે, તેઓએ દરેક અધિકારી કે કર્મચારીની અરજીઓની કાળજીપૂર્વક ચકાસણી કરવી જોઈએ.

વિદેશ પ્રવાસ અને પાસપોર્ટ એનઓસીના મોડ્યુલ્સ આગામી સમયમાં કર્મયોગી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. જો સમય મર્યાદામાં અરજી કરવામાં નહીં આવે, તો એનઓસી આપવામાં નહીં આવે, જેની ખાતરી પણ આપી છે. આ નવા નિયમો સાથે રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના વિદેશ પ્રવાસ માટે એક સચોટ અને કડક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.