સરકારે જીએસટી સિસ્ટમને વાહિયાત અને જટિલ બનાવી દીધી છેઃ કોંગ્રેસ
નવી દિલ્હી, પોપકોર્ન પર ત્રિસ્તરીય જીએસટીના મુદ્દે કોંગ્રેસે મોદી સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે જીએસટી હેઠળ પોપકોર્ન પર ત્રણ અલગ-અલગ ટેક્સ સ્લેબ વાહિયાત છે, તે જીએસટી સિસ્ટમની વધતી જતી જટિલતા દર્શાવે છે.
કોંગ્રેસે સવાલ કર્યાે હતો કે મોદી સરકાર જીએસટી ૨.૦ લાવવા માટે માટે સંપૂર્ણ સિસ્ટમમાં ધરમૂળથી ફેરફાર કરવાની હિંમત દર્શાવી શકશે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી ઇન્ચાર્જ કોમ્યુનિકેશન્સ જયરામ રમેશે દાવો કર્યાે હતો કે કે મોટાપાયે જીએસટી ચોરી થઈ રહી છે.
ઇનપુટ ટેક્સ ક્રેડિટ છેતરપિંડી સામાન્ય બની છે અને જીએસટી સિસ્ટમ સાથે “ગેમ” કરવા માટે બોગસ કંપનીઓની સ્થાપના કરવાટ્ઠમાં આવી છે. જીએસટી હેઠળ પોપકોર્ન માટે ત્રણ અલગ-અલગ ટેક્સ સ્લેબ વાહિયાત છે. તે જીએસટી સિસ્ટમની વધતી જતી જટિલતાનો મોટો મુદ્દો બહાર લાવે છે.
જીએસટીનો હેતુ સરળ કરપ્રણાલીનો હતો, પરંતુ હવે સમગ્ર સિસ્ટમ જટિલ બની છે. જીએસટી સિસ્ટમની જટિલ ગણાવીને મોદી સરકાર પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટને હવે માત્ર ૪૦ દિવસની વાર છે. શું પીએમ મોદી અને નાણાપ્રધાન નિર્મલા સીતારામન જીએસટી સિસ્ટમમાં ધરમૂળથી ફેરફાર કરીને જી.એસ.ટી.૨.૦ લાવવાની હિંમત કરી શકશે.
અહી ઉલ્લેખનીય છે કે જેસલમેરમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પોપકોર્ન માટે ત્રિસ્તરીય કર માળખાનો નિર્ણય કરાયો હતો. તે મુજબ કારમેલ પોપકોર્ન પર ૧૮ ટકા જીએસટી, પ્રિ પ્રેક્ડ અને મસાલા પોપકોર્ન પર ૧૨ ટકા તથા પેકિંગ-લેબલ વગરના પોપકોર્ન પર ૫ ટકા જીએસટી લાગુ પડશે.
પોપકોર્ન પર ત્રિસ્તરીય જીએસટીના નિર્ણય પછી સોશિયલ મીડિયા પર પણ તેની મજાક ઉડાવતા મીમ્સની સુનામી આવી હતી. કેટલાંક યુઝર્સે એક જ પ્રોડક્ટ્સ પર અલગ અલગ ટેક્સ સ્લેબ સામે સવાલ ઉઠાવ્યાં હતાં. કેટલાંક યુઝર્સે પીવાના પાણી પર ત્રણ પ્રકારના ટેક્સની મજા લેતા જણાવ્યું હતું કે શું હવે પીવાના પાણી પર જી.એસ.ટી. લાગશે? જો તમે ઘૂટણે-ઘૂટણે પાણી પીશો તો તમારે ૫% ચૂકવવા પડશે, જો તમે એકસાથે પી જશો છો તો તમારે ૧૨% ચૂકવવા પડશે અને જો તમે પાણી ફેંકશો તો તમારે ૧૮ ચૂકવવા પડશે? બીજા એક યુઝર્સે લખ્યું હતું કે જેઓ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની હિમાયત કરે છે તેઓ પોપકોર્ન માટે એક જ ટેક્સ લાગુ કરી શકતા નથી.SS1MS