સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અતિક્રમણની ફરિયાદો માટે પોર્ટલ બનાવવું જોઈએઃ સુપ્રીમ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવી સ્થિતિમાં મંત્રાલયે એક પોર્ટલ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ જેના પર નાગરિકો હાઈવે પર અતિક્રમણ અંગે ફરિયાદ નોંધાવી શકે. નાગરિકો માટે પોર્ટલ પર અતિક્રમિત વિસ્તારના ફોટોગ્રાફ્સ અને સ્થાનની વિગતો અપલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ.
રાષ્ટ્રીય ધોરીમાર્ગાે પર અતિક્રમણની ફરિયાદોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના અધિકારીઓને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને નાગરિકો માટે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગાે પર અતિક્રમણ અંગે ફરિયાદ નોંધાવવા માટે એક પોર્ટલ અને ટોલ-ળી નંબર બનાવવાનો નિર્દેશ આપ્યો છે.
બેન્ચે કહ્યું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ (જમીન અને ટ્રાફિક) નિયંત્રણ અધિનિયમ, ૨૦૦૨ હોવા છતાં સત્તાવાળાઓ અતિક્રમણ સામે કોઈ પગલાં લઈ રહ્યાં નથી.સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવી સ્થિતિમાં મંત્રાલયે એક પોર્ટલ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ જેના પર નાગરિકો હાઈવે પર અતિક્રમણ અંગે ફરિયાદ નોંધાવી શકે.
પોર્ટલમાં નાગરિકો માટે અતિક્રમણ કરાયેલ વિસ્તારના ફોટોગ્રાફ્સ અને સ્થાનની વિગતો અપલોડ કરવાની સુવિધા હોવી જોઈએ. મંત્રાલયે તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગાે પર અને મીડિયામાં પોર્ટલ અને ટોલ ળી નંબરની સુવિધાનો વ્યાપકપણે પ્રચાર કરવો જોઈએ.
આ કેસની આગામી સુનાવણી માટે ૧૪ ઓક્ટોબરની તારીખ નક્કી કરતાં, સુપ્રીમ કોર્ટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયને ૩ અઠવાડિયાની અંદર અતિક્રમણ વિરુદ્ધ લેવામાં આવેલા પગલાં વિશે એફિડેવિટ દ્વારા માહિતી સબમિટ કરવા જણાવ્યું હતું.સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયને ૧૮ માર્ચ, ૨૦૨૦ ના પરિપત્ર મુજબ કરવામાં આવેલી કાર્યવાહીનો ડેટા કોર્ટમાં રજૂ કરવા કહ્યું છે.
જસ્ટિસ અભય એસ ઓક અને જસ્ટિસ આૅગસ્ટિન જ્યોર્જ મસિહની ખંડપીઠે પીઆઈએલની સુનાવણી દરમિયાન આ નિર્દેશો આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાલમાં તેણે રાષ્ટ્રીય ધોરીમાર્ગાે માટે આ આદેશ આપ્યો છે અને વધુ સુનાવણી દરમિયાન તે રાજ્ય સરકારના હાઈવે પર પણ આદેશ જારી કરશે. આ મામલાની આગામી સુનાવણી ૧૪ ઓક્ટોબરે થશે.SS1MS