અશ્લીલતા ફેલાવતા ઓટીટી પ્લેટફોર્મ સામે સરકારની લાલ આંખ
મુંબઈ, ડિજિટલ યુગમાં, લોકો થિયેટરો કરતાં ઓટીટી પ્લેટફોર્મના વધુ વ્યસની બની ગયા છે. આ ઓટીટી પ્લેટફોર્મ જેટલી સરળતાથી મનોરંજનના વિકલ્પો પૂરા પાડે છે, તે જ ઝડપે તેઓ અશ્લીલતા ફેલાવી રહ્યા છે.
આવી સ્થિતિમાં, ભારત સરકારે અશ્લીલ સામગ્રી પ્રકાશિત કરતા ઘણા ઓટીટી પ્લેટફોર્મ્સ સામે કાર્યવાહી કરી છે અને ૧૮ એપ્સને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી છે.
માહિતી અને પ્રસારણ મંત્રી એલ મુરુગને કહ્યું છે કે, ભારત સરકારે આ વર્ષે અશ્લીલ અને અભદ્ર સામગ્રી દર્શાવતા ૧૮ ઓટીટી પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે.
૧૮ ડિસેમ્બરે લોકસભામાં શિવસેના-યુબીટી સભ્ય અનિલ દેસાઈના પ્રશ્નના જવાબમાં મુરુગને જણાવ્યું હતું કે, ૨૦૨૧ના આઈટી નિયમો અશ્લીલ સામગ્રીના પ્રકાશન અથવા ફેલાવા સામે વાજબી પ્રયાસો કરવા મધ્યસ્થીઓ પર વિશેષ જવાબદારીઓ લાદે છે.
મુરુગને કહ્યું કે, આઈટી નિયમો ડિજિટલ મીડિયા પર સમાચાર અને સમકાલીન બાબતોના પ્રકાશકો અને આૅનલાઇન ક્યુરેટેડ સામગ્રી (ઓટીટી પ્લેટફોર્મ)ના પ્રકાશકો માટે આચારસંહિતા પ્રદાન કરે છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે વિવિધ સંયોજકો સાથે સંકલનમાં પગલાં લીધાં છે અને ૧૪ માર્ચ, ૨૦૨૪ના રોજ આ જોગવાઈઓ હેઠળ અશ્લીલ સામગ્રી પ્રકાશિત કરવા માટે ૧૮ ઓટીટી પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે.
મુરુગને વધુમાં જણાવ્યું હતું કે, તેણે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ‘જર્નાલિસ્ટિક કન્ડક્ટના ધોરણો’, કેબલ ટેલિવિઝન (નેટવર્ક રેગ્યુલેશન એક્ટ, ૧૯૯૫) હેઠળના પ્રોગ્રામ કોડ અને આચારસંહિતાનું પાલન કરવું જરૂરી છે.
બોલતા હિન્દુસ્તાન અને નેશનલ દસ્તક જેવી યુટ્યુબ ન્યૂઝ ચેનલો અંગે મુરુગને કહ્યું કે, આ ચેનલો આીટી નિયમો, ૨૦૨૧ની જોગવાઈઓ હેઠળ આવે છે, જેનો ભાગ ૩ માહિતી ટેકનોલોજી અધિનિયમ, ૨૦૦૦ (આઈટી એક્ટ, ૨૦૦૦)ની કલમ ૬૯એ હેઠળ બનાવવામાં આવ્યો છે.SS1MS