સરદાર ધામ આયોજીત GPBS બિઝનેસ એક્સ્પો 2025 ગાંધીનગર ખાતે 9થી 12 જાન્યુ. 3 દિવસ યોજાશે
ર૦ર૬ના વર્ષમાં અમેરિકાના ફલોરીડા ખાતે યોજાનાર GPBSની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ સમિટનું આયોજન કરાયું છે-દીપ પ્રાગટય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થાય તેવી આશા
અમદાવાદ, આગામી તા.૯.૧૦.૧૧.૧ર જાન્યુઆરી ર૦રપ દરમિયાન હેલિપેડ એકિઝબિશન સેન્ટર ગાંધીનગર ખાતે સરદારધામના નેતૃત્વ હેઠળ “જીપીબીએસ-ર૦રપ” દેશ કા એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે જેના ટાઈટલ સ્પોન્સર ઓનિક્સ છે. GPBS 2025 BUSINESS EXPO 2025
આ એકસ્પો અંગે વિગત આપવા માટે બોલાવેલી પત્રકાર પરિષદને સંબોધતા સરદારધામ સંસ્થાના પ્રમુખ ગગજીભાઈ સુતરીયા, બિઝનેસ એકસ્પોના પ્રેસિડેન્ટ ગોવિંદભાઈ વરમોરા (સન હાર્ટ સીરામીક) એ જણાવ્યું હતું કે આ સમીટનો ઉદ્દેશ અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના વેપાર-ઉદ્યોગ જગતને વૈશ્વિકસ્તરે પહોંચાડવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડવાનો છે આ વર્ષે મહત્વની વાત એ છે કે આ સમિટમાં ફકત પાટીદાર સમાજના જ નહિ પરંતુ દરેક સમાજના લોકો તેમાં ભાગ લઈ શકશે.
૯મી જાન્યુઆરીએ ઉદ્ઘાટન પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય કેબીનેટ મંત્રી સી.આર.પાટીલ, કેન્દ્રીય કેબીનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિત રાજયના મંત્રી મંડળના મંત્રીઓ આગેવાનો ઉપસ્થિત રહેશે.
૯ જાન્યુઆરીએ ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય કેબીનેટ મંત્રી સી.આર.પાટિલ તથા કેન્દ્રીય કેબીનેટ મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહેશે
બિઝનેસના આ સમિટમાં ૧૬૦૦થી વધુ કંપનીઓ પોતાના બિઝનેસનું પ્રતિનિધિત્વ કરશે. દેશ-વિદેશના લાખો લોકો આ એકસ્પોની મુલાકાત લેશે. આ એકસ્પોમાં નવા સ્ટાર્ટ અપ ઉદ્યોગને વેગ મળશે. એકસ્પોની આ પાંચમી એડીશન છે આ એકસ્પોમાં જે ઉદ્યોગપતિઓએ શૂન્યમાંથી સર્જન કર્યુ હોય તેવા પ્રેકટીકલ સ્પીકર પોતાના વકતવ્ય આપીને નવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદૃશન આપશે.
ર૦ર૬ના વર્ષમાં અમેરિકાના ફલોરીડા ખાતે યોજાનાર જીપીબીએસની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ સમિટનું આયોજન કરાયું છે. ફલોરીડામાં યોજાનાર જીપીબીએસ (ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ)નું દીપ પ્રાગટય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થાય તેવી આશા રાખવામાં આવી રહી છે.
પત્રકાર પરિષદમાં નટુભાઈ પટેલ, નિલ્શ જેતપરિયા, જશવંતભાઈ પટેલ, પી.જી. ઝાલાવાડિયા, સુભાષભાઈ ડોબરિયા સહિતનાં મહાનુભાવોએ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.