Western Times News

Gujarati News

GPCB અને મારવાડી યુનીવર્સીટી દ્વારા વેસ્ટ પ્રોસેસીંગ પર હેકેથોનનું સમાપન

અમદાવાદ – મારવાડી યુનીવર્સીટી (એમયુ), એ ગુજરાત પ્રદૂષણ નિયમન બોર્ડના (GPCB ) સહયોગમાં, સફળતાપુર્વક રાષ્ટ્રીય સ્તરનું હેકેથોન – સોલ્યુશન ફોર વેસ્ટ રીડ્કશનનું સમાપન કર્યું – જે વેસ્ટ ઉત્પાદનના નવીનત્તમ ઉપાયો શોધવામાં મદદ કરે. ઝેરી કચરા, ઈ-વેસ્ટ, પ્લાસ્ટિક વેસ્ટ, અને મ્યુનીસીપલ ઘન કચરાને લગતી ૯૪ ટીમોના ૨૧૩થી વધુ વિદ્યાર્થીઓની અરજીઓ રીવ્યું કરવામાં આવી. Gujarat Pollution Control Board and Marwadi University conclude hackathon on waste processing, Valsad team emerges winner

ગર્વમેન્ટ એન્જીન્યરીંગ કોલેજ, વલસાડ(ગુજરાત)ની ટીમ, જેને વેસ્ટ પીપીએમએ સ્ક્રેપને કન્વર્ટ કરવાના નવીનત્તમ ઉકેલો અને તેને મલ્ટી-પર્પઝ પઝલ ગેમમાં રૂપાંતરીત કરવા પર કામ કર્યું હતું, તેને વિજેતા ઈનામ રૂ. ૫૦,૦૦૦ મેળવ્યું હતું, જે જીપીસીબી દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું.

વધુમાં, વિજેતા ટીમ જેમાં કાલીવરાપુ પવન, વેન્કટા રમાના, કેવીન પટેલને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન પોલીસી(એએસઆઈપી), મારવાડી યુનીવર્સીટી સાથે નજીકથી કામ કરીને તે નવીનત્તાને પાઈલોટ કરી શકે અને તેને સંભંવિત રીતે આગળ લઈ જઈ શકે તેના માટે આમંત્રીત કરવામાં આવ્યા હતા.

પ્રો. ડો. આર બી જાડેજા, ફેકલ્ટી ઓફ એન્જીન્યરીંગ એન્ડ ટેક્નોલોજી, મારવાડી યુનીવર્સીટી જણાવે છે કે, વેસ્ટ રીડક્શન હેકેથોનના ઉકેલો એ યુવા વિચારોને બદલાવ લાવવા અને વેસ્ટ રીડ્કશનના ગંભીર મુદ્દા માટે ટકાઉ ઉકેલ લાવવા માટે કામે લગાડ્યા છે. પ્રતિસ્પર્ધીઓને નવીનત્તમ વિચારોને વેગ આપવા માટે પ્રોત્સાહન આપીને, અમે શુધ્ધ અને હરીયાળા ભવિષ્યને તૈયાર કરવામાં ફાળો આપવાની આશા રાખીયે છે. વિજેતા ટીમને શુભેચ્છાઓ.

ઈવેન્ટમાં ૬૯થી વધુ કોલેજોના સ્ટેમ ફીલ્ડ્સના યુજી અને પીજીના વિદ્યાર્થીઓની ઉત્સાહભરી ભાગીદારી જોવા મળી હતી, તદ્ઉપરાંત જુદી જુદી ઈન્સ્ટીટ્યુશન્સના ઈન્ક્યુબેશન સેન્ટર્સ સાથેના સ્ટાર્ટઅપ એશોશીયેટ્સએ પણ ભાગ લીધો હતો. ઈવેન્ટમાં સામાન્ય લોકોને પણ આમંત્રીત કરવામાં આવ્યા હતાં, જે તેમનો ટકાઉપણા પ્રત્યેની અને સર્ક્યુલર ઈકોનોમીના ખ્યાલને પ્રોત્સાહન આપવામાં તથા મર્યાદિત રીસોર્સીસના કાર્યક્ષમ ઉપયોગને ઉત્તમ બનાવવામાં તેની ભૂમિકા માટેની તેમની રૂચી દર્શાવે છે. ઈવેન્ટમાં બીજી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ થયો હતો જે વેસ્ટ મેનેજમેન્ટના જુદા પાસા પર કેન્દ્રિત હતો, જેમાં સ્માર્ટ વેસ્ટ કલેક્શન સીસ્ટમની ડિઝાઈન, ટ્રેકીંગ અને રીડ્યુસીંગ પ્લાસ્ટિક વેસ્ટ, ફુડ વેસ્ટને ઓર્ગેનીક રીસોર્સ તરીકે ઉપયોગ, મેનેજીંગ ઈ-વેસ્ટ, આરઓ રીજેક્ટ વોટરના રીયુઝીંગ કે રીસાયક્લીંગની શક્યતાઓની તપાસ, અને વૈકલ્પિક ઈંધણ અને ઝેરી કચરા માટે રો-મટીરીયલ્સ સોલ્યુશન્સ, જેવા બીજા ઘણા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

ડો. તારક વોરા, એચઓડી, ડિપોર્ટમેન્ટ ઓફ સીવીલ એન્જીન્યરીંગ, એમયુ એ વાત કરતાં જણાવ્યું કે, વેસ્ટ રીડ્કશનની જરૂરીયાત ખુબ જ  છે, ખાસ કરીને ભારત જેવા દેશમાં. વેસ્ટ રીડ્કશન હેકેથોનનો ઉકેલ ભાગ લેનારાઓને ટેક્નોલોજીકલ સોલ્યુશન્સ તૈયાર કરવા માટે અને વધુ કાર્યક્ષમ વેસ્ટ મેનેજમેન્ટ સીસ્ટમમાં ફાળો આપવા માટે એક મુલ્યવાન તર પુરી પાડે છે. અમે જોડાણ અને જે પ્રતિભાવ મળ્યો છે તેનાથી ખુશ છીએ અને મને આશ્ચર્ય છે કે કેવી રીતે વિદ્યાર્થીઓએ આ સમસ્યાઓને આવા નવીનત્તમ ઉકેલો સાથે પુર્ણ કરી.

નીતિ આયોગ વેસ્ટ વાઈઝ સીટીઝ રીપોર્ટ અનુસાર, અત્યારના દરે, ૨૦૩૧ સુધીમાં ભારત કદાચ ૧૨૫ મીલીયન મેટ્રિક ટનનું ઉત્પાદન કરશે. બીજુ એક ચિંતાજનક તારણ છે કે, બાયોડિગ્રેડેબલ કચરાના અગાઉના ઉચ્ચ ટકાથી બિન-બાયોડિગ્રેડેબલ કચરા માંથી તેની વિકસતી રચનાના સંદર્ભમાં જે રીતે વેસ્ટ પેદા થાય છે એ છે. આ વાતને ધ્યાનમાં રાખતા હેકેથોનનો હેતુ ઘણા બધા હતાં, જુદા જુદા વેસ્ટ ટાઈપ્સને નવીનત્તમ ઉકેલો પુરા પાડવાનો, સપ્લાય ચેઈનમાં સંકલન દ્વારા વેસ્ટમાં મુલ્યવર્ધન કરવા નવા નવા વિકલ્પોને અજમાવવાનો, અને કાર્યક્ષમ વેસ્ટ મેનેજમેન્ટ માટે ટેક્નોલોજીકલ સોલ્યુશન્સ મેળવવાનો હતો.

વિશ્વ પર્યાવરણ દિવસના દિવસની આસપાસ આયોજીત, તેનો ઉદ્દેશ સહભાગીઓને કચરાને ઘટાડવા, પુનઃઉપયોગ અને રિસાયક્લિંગના સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રોત્સાહિત કરીને વધુ ટકાઉ ભવિષ્ય બનાવવાનો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.