GPCBએ પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીના લાયસન્સ રદ્દ કર્યા
વડોદરા, કેન્દ્ર સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન તેના વેચાણ અને સંગ્રહ પર ફરમાવેલ પ્રતિબંધનો અમલ ૧લી જુલાઈથી શરૂ થવાની સાથે જીપીસીબીએ સિંગલ યુઝ પ્લાસ્ટીકના દાણા બનાવનાર કંપનીઓના લાયસન્સ રદ્દ કરી ઉત્પાદન નહિ કરવા માટે નોટિસો ફટકારી છે તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એકશનમાં આવી ગયું છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં તમામને ત્યાં ટીમો બનાવીને ચેકીંગ હાથ ધર્યું હતું. GPCB Cancelled licences of plastic manufacturing industries
કોર્પોરેશન દ્વારા શહેરમાંથી ગારબેજ કલેકશન કરતા પપ ટન સિંગલ યુઝ પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ એકત્ર થતાં તેનો નાશ કરવામાં આવ્યો હતો. સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચમચીઓ, પ્લાસ્ટિકની ડીશો, પ્લાસ્ટિકની દાંડીઓ, ગ્લાસ સહિતની ૧૯ વસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ ચીજ વસ્તુઓ રાખવા કે વેચાણ કરવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવી છે. જેને પગલે જીપીસીબી એકશન મોડમાં આવી ગયું હતું અને પ્લાસ્ટીકના દાણા બનાવતી કંપનીઓને નોટિસો પાઠવીને તેમના લાયસન્સ કેન્સલ કરી દેવામાં આવ્યા હતા. જીપીસીબીની ટીમોએ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધર્યું હતું.