દહેજની કેમિકલ કંપનીમાં GPCBના અધિકારીઓ દિવાલ કૂદીને ઘૂસ્યા
પાનોલીની કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર સાથે ૨૫ લાખનો દંડ ફટકાર્યાે-કંપનીને ક્લોઝર નાટેસિ ફટકારી વીજળી પાણી અને ડ્રેનેજ કનેક્શન તાત્કાલિક અસરથી કાપ નાખવાનો હુક્મ કર્યાે
અંકલેશ્વર, પાનોલીની વિઝુઅલ ફાર્મ કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર સાથે ૨૫ લાખ રૂપિયાનો દંડ જીપીસીબીએ ફટકાર્યાે હતો. દહેજની ભારત કેમિકલ કંપનીના પગલે પાનોલી ખાતે આવેલ કંપનીને ક્લોઝર નાટેસિ ફટકારી વીજળી પાણી અને ડ્રેનેજ કનેક્શન તાત્કાલિક અસરથી કાપ નાખવાનો હુક્મ કર્યાે હતો.
બંને કંપનીઓમાં એકમેકની સાંઠગાંઠમાં હેઝાર્ડસ વેસ્ટ કેમિકલ નિયત માત્રા કરતા વધુ અને જીપીસીબીના ધારાધોરણ ભંગ કરવા બદલ કાર્યવાહી કરાઈ હતી.
તાજેતરમાં ભરૂચ જીપીસીબીના ટીમ તા.૫મી જુનના રોજ હાઈલી એસિડિક વેસ્ટ કેમિકલ અંગે ફરિયાદ મળી હતી. સતત બે દિવસ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભ્યો, જીઆઈડીસી અધિકારીને સાથે રાખી ભરૂચ જીપીસીબીએ હાઈલી એસિડિક વેસ્ટ કેમિકલ નિકાલનું મૂળ શોધવા, જેસીબી વડે ખોદકામ હાથ ધરાયું હતું.
જેમાં હાઈલી એસિડિક વેસ્ટ કેમિકલ નિકાલ કરતું ભૂતિયા કનેક્શન સાથેનું રેકેટ ઝડપાયું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન ભારત કેમિકલના પ્રતિનિધિ એવા જીપીસીબીના ભૂતપૂર્વ અધિકારી એમ.એસ.શુક્લા અને જીપીસીબીના મહિલા પ્રાદેશિક અધિકારી અનેતેમની ટીમ સાથે માથાકૂટ પણ સર્જાઈ હતી.
GPCBના ભૂતપૂર્વ અધિકારી એમ.એસ.શુક્લાની દહેજ ખાતે ભારત કેમિકલ કંપનીમાં, જે તે સમયે જીપીસીબીને તપાસ ન કરવા દેતા અધિકારીઓ વોલ કૂદી તપાસ હાથ ધરી હતી. જેમાં હાઈલી એસિડિક ડિસ્ચાર્જ ઝડપાયું હતું. જે અંગે વડી ક્ચેરી ખાતે રિપોર્ટ કરતા ભારત કેમિકલને જીપીસીબીએ તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી હતી
અને વીજ અને પાણી કનેક્શન કાપવામાં પણ હુક્મ કરી ૨૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યાે હતો. ભારત કેમિકલ કંપનીના જ એક ભાગરૂપે પાનોલી ખાતેની વિઝુઅલ ફાર્મા કંપનીમાં પણ જીપીસીબી સર્ચ ઓપરેશન કરાયું હતું. જેમાં નિયત માત્રા કરતાં વધઉ માત્રામાં હેઝાર્ડસ્ટ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો,
બંને કંપની એક મેકના સાંઠગાંઠ વડે એકબીજાનો જથ્થો નિકાલ કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. તેમજ કંપની ખાતે જીપીસીબીના ધારાધોરણ ભંગ કરતા પુરાવા મળી આવ્યા હતા. જે આધારે તપાસ બાદ ઇન્સ્પેક્શન રિપોર્ટ વડી ક્ચેરી ખાતે મોકલી અપાતા સોમવારે ક્લોઝર નોટિસ ફટકારી કડક પગલાં લેવાયા છે.