ગિરનારમાં પ્રદૂષણ મુદ્દે જીપીસીબી સોગંદનામા પર રિપોર્ટ રજૂ કરેઃ હાઈકોર્ટ
જૂનાગઢ, ગિરનાર ખાતેના મંદિરો પર પ્રદૂષણ મુદ્દે થયેલી રિટ પિટિશનમાં અગાઉ હાઇકોર્ટે સ્પષ્ટ આદેશ કર્યાે હોવા છતાં પ્લાસ્ટિકના રિસાઇકલિંગ મુદ્દે જૂનાગઢ કોર્પાેરેશન દ્વારા સ્પષ્ટ જવાબ નહીં અપાતા હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ હાઇકોર્ટે હવે આ મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-ય્ઁઝ્રમ્ના રિજનલ મેનેજરને સોગંદનામા પર રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યાે છે.
સાથે જ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરને પણ આદેશ કર્યાે છે કે, પ્લાસ્ટિક વેસ્ટના રિસાઇકલિંગ મુદ્દે એન્યુઅલ રિપોર્ટ જો કોઇ હોય તો તે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે.
આ કેસની વધુ સુનાવણી ૧૭મી સપ્ટેમ્બરે મુકરર કરવામાં આવી હતી. આ કેસમાં અરજદારનો કેસ હતો કે જૂનાગઢ પર્વતોના મંદિરો ટેકરીઓમાં આવેલા છે જે ગિરનાર જંગલ તરીકે ઓળખાય છે અને વર્ષ ૨૦૦૮માં તેને વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
અરજદારના કેસ મુજબ, આ ગિરનાર અભયારણ્યમાં ૫૬ સિંહ છે અને ગીધનું પણ ઘર છે. અરજદારની ફરિયાદ એ છે કે, આ મંદિરોમાં દરરોજ હજારો લોકો આવે છે. પ્રતિવાદી દ્વારા ટેકરીઓની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવતી નથી. કારણ કે, મુલાકાતીઓ દ્વારા વપરાયેલો પ્લાસ્ટિકનો કચરો ફેંકવામાં આવે છે અને તેની નિયમિત સફાઈ કરવામાં આવતી નથી.
ગત સુનાવણીમાં હાઇકોર્ટે જૂનાગઢ કોર્પાેરેશનના એડવોકેટને સવાલ કર્યાે હતો કે,‘ગીરનાર ખાતેના કચરાનું રિસાઇકલિંગ કઇ રીતે કરવામાં આવે છે.’ પરંતુ ત્યારબાદ તેમનું સોગંદનામું અને જવાબ સંતોષજનક ન જણાતા હાઇકોર્ટે ટકોર કરી હતી કે,‘મ્યુ. કમિશનર આવી રીતે સોગંદનામું કરે છે.
તેમને કોઇ મૌખિક સૂચના આપે એના આધારે સોગંદનામું કરી શકે.’ ત્યારબાદ હાઇકોર્ટે આદેશમાં કહ્યું છે કે,‘કલેક્ટર જૂનાગઢે સોગંદનામું કર્યું છે અને દંડના રૂપિયાનું કોર્પસ બનાવવામાં આવ્યું છે. ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક પ્રતિબંધ મુદ્દે અવેરનેસ માટેના વિવિધ પગલાં લેવાયા છે અને ૨૪ ફરિયાદો નોંધવામાં આવી છે.
ઝોનલ માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો છે. ફોરેસ્ટ વિભાગના સચિવ હેઠળ કમિટીનું ગઠન કરાયું છે. તેથી હવે ઓથોરિટી સોગંદનામું કરીને જણાવે છે કે, ઝોનલ માસ્ટર પ્લાન ગીરનાર ઇકો સેન્સિટિવ ઝોનના ડેક્લેરેશન અંગે શું કાર્યવાહી કરવાની છે. પ્લાસ્ટિક રિસાઇકલિંગ અંગેનો જવાબ રજૂ કરવામાં આવે અને ગીરનાર ઇકો સેન્સિટિવ ઝોનને પ્લાસ્ટિક ળી ઝોન બનાવવા સતત મોનિટરિંગ કરવામાં આવે.’SS1MS