Western Times News

Gujarati News

પાણીના નમુના ફેઈલ થતાં GPCBએ ફેકટરી સીલ કરવાની કાર્યવાહી કરી

પ્રતિકાત્મક

ગોધરાની મિલ્ક પ્રોડક્ટ બનાવતી બોમ્બે ચોપાટી નામની ફેક્ટરી ઉપર જીપીસીબીના દરોડા

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા સમેત રાજ્યભરમાં શાખાઓ ધરાવનારા ખ્યાતનામ બોમ્બે ચોપાટીની મિલ્ક પ્રોડક્ટો ના ધમધમતા વ્યાપારમાં ગોધરા જી.આઇ.ડી.સી ખાતે કાર્યરત બોમ્બે ચોપાટી ની ફેક્ટરી માંથી નીકળતા પ્રિપેડ વેસ્ટ વોટર ના નમુનાઓ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યા હતા જે સેમ્પલ ફેલ જતા મિલ્ક પ્રોડક્ટ બનાવતી બોમ્બે ચોપાટી ની ફેક્ટરી ને જી.પી.સી.બી ની ટીમ દ્વારા ” સીલ ” કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. GPCB took action to seal the factory after water sampling failed (Godhra GIDC Bombay Chowpati Milk Product)

ગોધરા જીઆઈડીસી સ્થિતિ મિલ્ક પ્રોડક્ટ બનાવતી બોમ્બે ચોપાટી નામની ફેક્ટરી પર જીપીસીબી દ્વારા સીલ મરાયો છે. મિલ્ક પ્રોડક્ટ બનાવ્યા બાદ નીકળતા ડ્રેઈન પાણીના નમૂના એક મહિના અગાઉ લેવાયા હતા જેનો રિપોર્ટ ફેઈલ આવતા નોટિસ આપવામા આવી હતી. નોટિસ આપ્યા છતાં ફેક્ટરી દ્વારા કોઈ પણ પગલાં ના ભરાતા છેવટે જીપીસીબી દ્વારા મિલ્ક પ્રોડક્ટ બનાવતા યુનિટને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

અગાઉ બોમ્બે ચોપાટીની મિલ્ક પ્રોડક્ટ બનાવી વેચતી દુકાન પર ફુડ પ્રોડક્ટ મા જીવાત નીકળતા ફુડ વિભાગ દ્વારા નોટિસ આપવામા આવી હતી.બોમ્બે ચોપાટી ના ફરિયાદના અનુસંધાને ગાંધીનગર થી કાર્યવાહી કરાઈ હતી. જીપીસીપીની ટીમ ગોધરા ના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ બોમ્બે ચોપાટી ના પ્રોડક્શન એરિયાને સીલ કરવાની કામગીરી કરાઈ હતી.

નોધનીય છે કે જીપીસીપી દ્વારા અગાઉ ૧૫ દિવસ પહેલા પ્રિપેડ વેસ્ટ વોટર ના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે સેમ્પલ ફેલ થતાં બોમ્બે ચોપાટીને પ્રોડક્શન એરિયા ને સીલ કરાયા હતા.જેના પગલે આ રીતેની પ્રોડકટ બનાવનારાઓમા ફફડાટ વ્યાપી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.