GPS આધારિત મોબાઇલ એપ્લિકેશન બનાવી અમારા ભાઈએ બહેનોને વધુ સુરક્ષિત કરી છે
મુખ્યમંત્રીના નિવાસસ્થાને તેમને રાખડી બાંધવા આવેલા ૧૮૧ અભયમ હેલ્પલાઇનના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલે જણાવ્યું કે અમારા ભાઈ એવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની બહેનોને વધુ સુરક્ષિત કરવા માટે જીપીએસ આધારિત મોબાઇલ એપ્લિકેશન બનાવી છે.
સંકટમાં આવેલી કોઇપણ બહેન 181 અભયમ હેલ્પલાઇનની મદદ લઈ પોતાને સુરક્ષિત કરી શકે છે, તેમાં પણ ખાસ કરીને નવી તૈયાર કરવામાં આવેલી જીપીએસ આધારિત મોબાઇલ એપ્લિકેશનથી હવે ઇમર્જન્સી સમયમાં સંકટમાં આવેલી બહેનને ટ્રેક કરીને તેના લોકેશન સુધી સરળતાથી પહોંચી જઈ તેને મદદરૂપ થઇ શકાશે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ મહિલા સશક્તિકરણ ઉપર વિશેષ ભાર મૂક્યો છે : રેડિયોજોકી નીલમ તડવી, કેવડિયા
કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમા નવા શરૂ કરાયેલા રેડિયો સ્ટેશનમાં રેડિયો જોકી તરીકે ફરજ બજાવતા નિલમબેન તડવીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને રાખડી બાંધીને તેમનો બહેનો પ્રત્યેનો આદર ભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ રાજ્યની બહેનો વધુ ને વધુ આગળ આવે તે માટેના સતત પ્રયત્નો કર્યા છે
તેમણે મહિલા સશક્તિ ઉપર વિશેષ ભાર મૂક્યો છે. આદિવાસી પરિવારને અનેક બહેનોને કેવડીયા માંથી દૂરના વિસ્તારમાં નોકરી કરવા જવું પડતું હતું હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા કેવડિયામાં જ રોજગારી ઉપલબ્ધ કરાવી છે અને તેમાં પણ ખાસ કરીને બહેનોને વધુ રોજગારી આપવામાં આવી રહી છે
તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શરૂ કરવામાં આવેલા રેડિયો સ્ટેશનમાં પણ ૧૩૦ ટ્યુરિસ્ટ ગાઈડ કમ રેડિયો જોકીને રોજગારી આપવામાં આવી છે. મારે જ પહેલા અમદાવાદ ખાતે નોકરી કરવા જવું પડતું હતું, હવે ઘરઆંગણે જ નોકરી મળી ગઈ છે.
રેડિયો જોકી ગંગા તડવી જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કેવડિયાના ડેવલોપમેન્ટ પર સતત ધ્યાન આપી રહ્યા છે. તેમના વિઝનને કારણે અત્યારે દેશ-વિદેશના લોકો કેવડીયા તરફ આવતા થયા છે. અમને પણ સંસ્કૃત ભાષાની તાલીમ આપીને નવા શરૂ કરાયેલા રેલવે સ્ટેશનમાં રોજગારી આપવામાં આવી છે.