GPSCની મદદનીશ ઈજનેર વર્ગ-૨ની પ્રાથમિક કસોટી મુલતવી
(એજન્સી)ગાંધીનગર, જીપીએસસીદ્વારા આગામી ૨૬મી માર્ચના રોજ લેવાનાર પરીક્ષાઓ પૈકી મદદનીશ ઈજનેર વર્ગ-૨ની પ્રાથમિક કસોટી હાલ પુરતી મુલત્વી રાખવાનો ર્નિણય કર્યો છે. આ પરીક્ષાની નવી તારીખ ટુક સમયમાં જાહેર કરવામાં આવશે. આ રદ્દ થયેલી પરીક્ષાની જાણ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ટ્ટિટ કરીને આપવામાં આવી હતી.
આ ઉપરાંત આયોગની વેબસાઈટ પર પણ પરીક્ષા રદ્દ થવાની માહિતી મુકવામાં આવી હતી. પરીક્ષાની નવી તારીખ આયોગની વેબસાઈટ પર મુકવામાં આવશે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી ૨૬ માર્ચે મદદનીશ ઈજનેર સિવિલ વર્ગ ૨ની પ્રાથમિક કસોટી લેવાનાર હતી જે મોકૂફ રાખવામાં આવી હોવાની જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી. જાે કે આ પરીક્ષા ક્યાં કારણોથી મુલત્વી રાખવામાં આવી છે તે અંગે જીપીએસસીદ્વારા જણાવવામાં આવ્યુ નથી.
આ પહેલા પણ ગુજરાતમાં લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોઈને કોઈ કારણોસર મોકૂફ રાખવામાં આવી હતી. અગાઉ કેટલીક પરીક્ષાઓ લેવાઈ ગયા બાદ તેનું પેપર ફૂટી ગયાનું સામે આવતા પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. હમણા થોડા દિવસો પહેલા જ જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરને ગણતરીની કલાકો બાકી હતી તે પહેલા જ પેપરલીક થયું હતું અને પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી.