GPSCએ વર્ગ ૧ અને વર્ગ ૨ની ભરતીને લઈને નવા નિયમો જાહેર

નવી દિલ્હી, ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માગતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જીપીએસસીએ વર્ગ ૧ અને વર્ગ ૨ની ભરતીને લઈને નવા નિયમો જાહેર કર્યા.
સામાન્ય વહીવટ વિભાગે વર્ગ ૧ અને ૨માં ભરતીને લઈને જાહેર કરેલ નિયમ મુજબ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં પરીક્ષા લેવામાં આવશે.
અગાઉ ૧ ફેબ્›આરી ૨૦૨૫ ના રોજ જાહેરાત વર્ગ ૧ અને ૨ની ભરતીની જાહેરાત કરાઈ હતી જેને ફેબ્›આરીના અંતિમ સપ્તાહમાં રદ કરવામાં આવી હતી. અને હવે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ભરતીને લઈને નવા નિયમો જાહેર કરાયા છે.
જીપીએસસી વર્ગ-૧ અને ૨ની ભરતી પરીક્ષામાં પ્રિલિમ અને મુખ્ય એમ બે ભાગમાં પરીક્ષા લેવાશે. ઉમેદવારે મુખ્ય પરીક્ષા આપતા પહેલા પ્રિલિમ પરિક્ષામાં ઉત્તીર્ણ થવું આવશ્યક છે. પ્રિલિમ પરિક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.
જ્યારે મુખ્ય પરીક્ષામાં પરિક્ષા આપવાની સાથે ફિઝિકલ ટેસ્ટ એટલે કે પર્સાનાલિટી ટેસ્ટ આપવો પડશે. ઉમેદવારો ખાસ ધ્યાનમાં રાખે કે ભરતી પરિક્ષા પહેલા જીપીએસસી પરીક્ષાને લઈને સિલેબસ જાહેર કરશે. ઉમેદવારના ઓર્ડર, પ્રેફરન્સ સહિતના નિયમોને લઈ ગેઝેટ જાહેર કરાશે.
ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી માટે પરીક્ષા આપનાર ઉમેદવારોએ પરીક્ષાલક્ષી વિવિધ માહિતી માટે જીપીએસસીની વેબસાઈટ હંમેશા ચેક કરતા રહેવી.
જીપીએસસીની વેબસાઈટ ઉપર વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, પરીક્ષાની મહત્વની તારીખો, ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, તેમજ જેમાં તેઓ નોકરી કરવા માંગે તેનો પ્રકાર, પરીક્ષા આપવા માટે અરજી ફી તેમજ કઈ પોસ્ટ માટે કયા પ્રકારની અરજી, અને પોસ્ટ મુજબ પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણી શકાશે.SS1MS