Western Times News

Gujarati News

GPYG, મોડાસાના યુવાનોના ત્રણ દિવસીય પર્યાવરણ સંરક્ષણ કાર્યક્રમનું થયું સમાપન 

ઋષિકેશમાં પરમાર્થ નિકેતન પરમ પૂજ્ય મુનિશ્રી સાથે મુલાકાત કરી  -મોડાસા ( ગુજરાત ) યુથ ગૃપે હરિદ્વારમાં વિભિન્ન સ્થાનો પર વૃક્ષારોપણ કરી ઉજવાયું આયોજન 

(પ્રતિનિધિ),  મોડાસા ( ગુજરાત )ના ગાયત્રી પરિવાર યુથ ગૃપે મોડાસાથી હરિદ્વાર પહોંચી પોતાના ત્રણ દિવસીય 50 મા પ્રાણવાન સન્ડે કાર્યક્રમનો પ્રારંભ વિશ્વ  પ્રસિદ્ધ હરિદ્વારમાં ગંગા સભા દ્વારા આયોજીત ગંગા આરતીમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને તરુ પ્રસાદ સાથે કર્યો.

ગંગા સભા હરિદ્વારના પદાધિકારીયોંને છોડ ભેટ અર્પણ કર્યા. તો બીજા દિવસ 5 જૂન , વિશ્વ પર્યાવરણ દિવસે પોતાના ગુરુધામ શાંતિકુંજ સહિત ગંગા તટ પર વૃક્ષારોપણ કરી ઉજવણી કરાઈ. આ ગૃપ છેલ્લા 50 અઠવાડિયાથી દર રવિવારે મોડાસા શહેર, સોસાયટી, શેરી, મહોલ્લાઓમાં તેમજ આસપાસના ક્ષેત્રમાં વૃક્ષારોપણ-જતનનું અભિયાન  ચલાવી રહેલ છે. સંધ્યા સમયે તો સપ્તઋષિ ક્ષેત્રના સદાણી ઘાટ સહિત વિભિન્ન સ્થાનો પર છોડ રોપી ટ્રી ગાર્ડ લગાવ્યા. સાથે સાથે ગંગા ઘાટોની સફાઈ કરી.

આ ઉપરાંત દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય, હરિદ્વારના પ્રતિકુલપતિ આદરણીય ડૉ. ચિન્મય પંડ્યાજી, ગાયત્રી પરિવાર પ્રમુખ શ્રદ્ધેયા શૈલજીજી સાથે મળી સ્મૃતિ ચિન્હ અર્પણ કરી ભેટ પરામર્શ કર્યા. સંધ્યા આરતી ઋષિકેશમાં પરમાર્થ નિકેતનમાં પૂજ્ય ચિદાનન્દ મુનિજીને મળી શાલ અને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી 51મા  સપ્તાહનો શુભારંભ કર્યો.

આગામી સપ્તાહના રવિવારે શાંતિકુંજ હરિદ્વારથી મળેલ સીતા અશોક છોડ અને અન્ય છોડ મોડાસા શહેરમાં રોપી આગળના પર્યાવરણ આંદોલન હેતુ શંખનાદ કરશે.

આ 3 દિવસીય પર્યાવરણ સંરક્ષણ આયોજનમાં GPYG, Modasa ગૃપના ભાર્ગવ પ્રજાપતિ, પ્રજ્ઞેશ કંસારા, પરેશ ભટ્ટ, દેવાશિષ કંસારા,જનક ઉપાધ્યાય, યશ ભટ્ટ, ડૉ. ઉચિત પ્રજાપતિ સહિત કુલ 20 સદસ્યોએ ભાગ લીધો. આ સમગ્ર ટીમના છેલ્લા એક વર્ષથી ચાલતા સક્રિય પ્રયાસ પાછળ શાંતિકુંજ હરિદ્વાર દ્વારા સતત માર્ગદર્શન મળતું રહ્યું છે

તેમજ મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના કિરિટભાઈ સોની, ધર્માભાઈ પટેલ, કાન્તિભાઈ ચૌહાણ, અરવિંદભાઈ કંસારા, રશ્મિભાઈ પંડ્યા, શીવુભાઈ પટેલ, અમૃતભાઈ પટેલ,  કેશુભાઈ શર્મા, નવિનભાઈ ત્રિવેદી સહિત અનેક મહાનુભાવોએ સતત હુંફ આપી આ યુવા ટીમના પર્યાવરણ સંરક્ષણના પ્રયાસને બિરદાવ્યા છે.    (તસ્વીર બકોર પટેલ મોડાસા)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.