ગ્રેમી- ઓસ્કાર વિજેતા રહેમાનની ફિલ્મનું પ્રીમિયર ઓસ્ટ્રેલિયામાં થશે
મુંબઈ, એ.આર. રહેમાને પ્રોડ્યુસ કરેલી અને રોહિત ગુપ્તા દ્વાર ડિરેક્ટ કરેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘હેડ હંટિંગ ટુ બીટ બોક્સિંગ’નો પહેલો લૂક ૭૭મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવ્યો હતો.
ઓસ્કાર અને ગ્રેમી એવોર્ડ વિજેતા એ.આર.રહેમાનની આ ફિલ્મનું પ્રિમિયર હવે ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ન ૨૦૨૪માં ઓસ્ટ્રેલિયા ખાતે યોજાશે.
આ ફિલ્મમાં ભારતનાં નાગાલેન્ડની વિવિધ રીધમ, તેના વાજિંત્રોના નાદ, વિવિધ પ્રકારના સંગીતના સંસ્કૃતિમાં રહેલાં મૂળ અને તેમાં આવી રહેલાં પરિવર્તન, નાગાલેન્ડની વિવિધ આદિજાતીઓ, તેમની પેઢીઓ અને પરંપરાઓ પર ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે. તેમાં શિકારી પ્રજાતિઓની પૌરાણિક પરંપરાઓથી લઈને સંગીતની ક્રાંતિ અને તેણે સમગ્ર પ્રદેશના શ્રોતાઓ પર કરેલી ઊંડી અસર દર્શાવાઈ છે.
આ ફેસ્ચિવલમાં ફિલ્મના પ્રિમિયર વિશે એ.આર.રહેમાને કહ્યું,“અમારા માટે આ ફિલ્મ ઘણી ખાસ છે, કારણ કે તે આપણા સુંદર રાજ્ય નાગાલેન્ડ પર પ્રકાશ પાડે છે અને તેનાં સંગીતના ઇતિહાસ ને તેના સમૃદ્ધ વારસાને દર્શાવે છે.”
આ ફેસ્ટિવલમાં રોહિત ગુપ્તા અને રહેમાન હાજર રહેશે, આ ફિલ્મ બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ એવોર્ડ માટેની સ્પર્ધાનો પણ ભાગ છે. રોહિત ગુપ્તાએ આ અંગે કહ્યું, “અમે આ સ્પર્ધામાં પસંદગી પામવા માટે ગૌરવ અનુભવીએ છીએ. મને લાગે છે કે તેની વાર્તામાં ગ્લોબલ અપીલ છે, જે સંગીતની કોઈ પણ સ્થિતિમાં મલમનું કામ કરવાની અમૂલ્ય શક્તિ દર્શાવે છે.
અમે ખુબ મહેનત અને સંઘર્ષથી પાંચ વર્ષે આ ફિલ્મ બનાવી છે, ત્યારે અમે હવે તેના પર દર્શકોના પ્રતિભાવ જાણવા આતુર છીએ. ખાસ કરીને આ ફિલ્મ ભારતમાંથી નાગાલેન્ડના સમૃદ્ધ સાંસ્કૃતિક અને સંગીતના વારસાનો અનોખો નાદ લઇને આવે છે.”
અન્ય ફિલ્મ મેકર્સ દૂર રહેતાં હોય તેવા વિષય પર ફિલ્મ બનાવવાનું રહેમાનને ગમે છે. આ ફિલ્મ એ.આર. રહેમાનનું બીજું પ્રોડક્શન છે, આ પહેલાં તેણે ’૯૯ સોંગ્સ’ પ્રોડ્યુસ કરી હતી, જે બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રિમિયર થઈ હતી.SS1MS