વલસાડ ખાતે ગૌ-ધામના લાભાર્થે ૧૧મી માર્ચે ભવ્ય લોક ડાયરાનું આયોજન
(પ્રતિનિધિ)વલસાડ, વલસાડ તિથલ રોડ ,વાંકી નદીની બાજુ માં આવેલ અગ્નિવીર ગૌ સેવા દળ સંચાલિત ગૌ ધામના લાભાર્થે આગામી તારીખ ૧૧ માર્ચ ૨૦૨૩ ના રોજ પરમ ઇન્ફ્રાસ્પેસ જુજવા પાથરી ખાતે ભવ્ય લોકડાયરો’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય કલાકાર તરીકે ભજન સમ્રાટ કિર્તીદાન ગઢવી તેમજ સુર સમ્રાગીની વનિતાબેન પટેલ ડાયરાની રમઝટ બોલાવશે. ગૌ ભક્તોને ડાયરામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે, લોક ડાયરા અંગે વલસાડના તિથલ રોડ ખાતે આવેલ ગૌધામ ખાતે એક પત્રકાર પરિષદ‘નું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ તિથલ રોડ ખાતે અગ્નિ વીર ગૌ રક્ષક દ્વારા દળ દ્વારા સંચાલિત ગૌ ધામના લાભાર્થે ૧૧ માર્ચના રોજ એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગૌ-ધામ ખાતે શહેરમાં રખડતા ગૌવંશ અને ઇજા ગ્રસ્ત ગૌવંશની સારવાર કરવામાં આવી રહી છે. વલસાડ અગ્નિવીર ગૌરક્ષક ટીમ દ્વારા છેલ્લા ૧ વર્ષથી ગૌ-ધામની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ૧૭૦ ગૌધન ને આશ્રય આપી સેવાની સુવાસ ફેલાવી રહ્યું છે. વલસાડ માં રખડતા પશુઓને સાચવવા ગૌધામ બનાવવામાં આવ્યું છે. જેના લાભાર્થે ૧૧ માર્ચના રોજ એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી આસપાસ રહેતા પશુઓના દર્દ અને પીડાની સંવેદનશીલતાને ખરા અર્થમાં વલસાડની અગ્નિવીર ગૌસેવા દળે સાર્થક કરી છે. ૧૫ વર્ષથી આ સંસ્થા દ્વારા રખડતા ગૌવંશ, કૂવા પડેલી ગાય કે અકસ્માતનો ભોગ બનેલા ગૌધનની સારવાર કરવામાં આવે છે. રખડતા ગૌવંશની પ્રાથમિક સારવાર પણ કરવામાં આવે છે.
વલસાડ ગૌ ધામ ખાતે યોજાનાર લોક ડાયરા અંગે માહિતી આપવા એક પત્રકાર પરિસદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગડાવાડા ગામના ઉપસરપંચ બકુલભાઈ રાજગોર અને અગ્નિવીર ગૌસેવા દળના વલસાડ જિલ્લાના પ્રમુખ દિનેશભાઈ ચૌહાણે સંબોધન કર્યું હતું આગ્રણીઓએ પત્રકાર પરિસદમાં વિગત આપતા જણાવ્યું હતું કે, તીથલ રોડ પર વાંકી નદી પાસે કામચલાઉ ધોરણે નિઃશૂલ્ક જમીન ફાળવવામાં આવી છે.
જ્યાં હાલમાં ૧૭૦ પશુનો નિભાવ ખર્ચ દાતાઓના સહયોગથી પુરો પાડવામાં આવી રહ્યો છે. આ અંગે દળના પ્રમુખ દિનેશભાઈ ચૌહાણે જણાવ્યું કે, ૧૩૦ પશુધન માટે રોજના રૂ. ૧૫,૦૦૦ નો ૨ થી ૩ ટન લીલો ચારો લાવવામાં આવે છે. જે વાછરડા-વાછરડીની ગૌ માતા ન હોય તેના માટે રોજના ૬ થી ૮ લીટર દૂધ વેચાતુ લાવવામાં આવે છે. આ ડાયરા ના કાર્યક્રમ માં ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઇ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહેશે.આ ભવ્ય લોકડાયરા ને માણવા ગૌ રક્ષકો અને ડાયરા પ્રેમી , ગૌ પ્રેમી જનતાને,આ ગૌ માતાના સેવાયજ્ઞ માં સહકાર આપવા દરેક ગૌપ્રેમીઓને ગૌ-ધામના સંચાલકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.