પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, નડિયાદ ખાતે ન્યુ યર કાર્નિવલ ૨૦૨૩નુંભવ્ય આયોજન
(પ્રતિનિધિ)નડિયાદ, તારીખ ૮મી જાન્યુઆરી ના રોજ પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, નડિયાદ દ્વારા ન્યુ યર કાર્નિવલ ૨૦૨૩ નુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ. ન્યુ યર કાર્નિવલ દરમિયાન શાળા દ્વારા વિવિધ જ્ઞાન સાથે ગમ્મત ની પ્રવૃતિઓ નુ આયોજન હતુ. જેમાં ડાન્સીસ, ગાયન, લાઈવ ઓર્કેસ્ટ્રા, જ્ઞાન સાથે ગમ્મત પ્રદાન કરે તેવી રમતો, સેલ્ફી ઝોન, ટેટુ, મેહેંદી, લાઈવ પોટરી, તથા વિવિધ પ્રકારના નાસ્તા ના સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું ઉદ્ઘાટન નડીયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સુંદર પ્રાર્થના નૃત્ય સાથે થઇ હતી. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ડાન્સ પર્ફોર્મન્સસ રજુ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ તથા આમંત્રિતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના આચાર્યશ્રી ડો. યોગેશ જૈન દ્વારા ઉપસ્થિત મેહમાનો તથા વાલીઓનો કાર્યક્રમને સફળ બનાવવા બદલ અભિનંદન અને આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.