Western Times News

Gujarati News

વલસાડના વાઘલધરા સ્થિત સિદ્ધાશ્રમ ખાતે શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન

(પ્રતિનિધિ)વલસાડ, વલસાડ થી લગભગ વીસ કિલોમીટરનાં અંતરે મુંબઈથી અમદાવાદ તરફ જતા રાષ્ટ્રાય ધોરીમાર્ગ નંબર ૪૮ સ્થિત વાઘલધરા ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર ખાતે ૨૪ ડિસેમ્બર શનિવાર ૨૦૨૨ થી ૧ જાન્યુઆરી ૨૦૨૩ રવિવાર એમ નવ દિવસ સુધી શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન , હાલ લંડન ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર સ્થિત , વલસાડ ખાતે વાઘલધરા ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર ના પ્રણેતા સ્થાપક શ્રી રાજ રાજેશ્વર ગુરુજી દ્વારા વાઘલધરા ખાતે બનાવેલ શ્રી યંત્રના શિખર યુક્ત ૧૭૬૯ કિલોગ્રામના પારદ શિવલિંગનું સુંદર શિવાલય શોભાયમાન છે.

જેના પ્રાંગણમાં ૨૪ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી-૨૩ સુધી શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન શ્રી ગુરુજી દ્વારા થયું છે.આ શિવમહાપુરાણ કથા માં રોજ બપોરે ત્રણ થી છ દરમિયાન શિવકથાનું ગાન વ્યાસપીઠે બિરાજેલા શ્રી ગોસ્વામી સંજય ભારતી બાપુ ના શ્રીમુખેથી થશે. શિવ કથા દરમિયાન અયોધ્યાથી ગૌરાંગી ગૌરીજી પંજાબથી મહંત શ્રી ભુપેન્દ્ર ગીરીજી , હરિદ્વારથી મહામંડલેશ્વર ઉમાકાન્તજી મહંત શ્રી અને મહામનિષી શ્રી સ્વામી નિરંજન જી સાથે રામાનંદ સાગરની અતિ લોકપ્રિય ધારાવાહિક રામાયણમાં સીતાનું પાત્ર ભજવનારા દીપીકા ચીખલીયા ખાસ ઉપસ્થિત રહેશે. આ કથાના મુખ્ય યજમાન તરીકે પ્રવીણભાઈ ચીખલીયા છે.

શ્રી રાજ રાજેશ્વર ગુરુજીને લન્ડન ખાતે ધ ફેઈથ એન્ડ બીલીફ કોમ્યુનિટી એવોર્ડ ૨૦૨૨ હાલમાં જ -પ્રાપ્ત થયો છે, જે માટે અભિનંદનવર્ષા થઈ રહી છે. હાલમાં બ્રિટનમાં ભારે બરફ વર્ષા થાય છે જેમાંથી પૂજ્ય ગુરુજીએ હેર્રો-લંડન ખાતેના ઇન્ટરનેશનલ સિધ્ધ આશ્રમ ના પ્રાંગણમાં બરફીલા શિવલિંગની સ્થાપના કરી પૂજન અર્ચન કર્યું હતું અનેક શિવભક્તોએ લાભ લીધો હતો આપણે ત્યાં પવિત્ર માટીમાંથી પાર્થિવ શિવલિંગનું સ્થાપન પૂજન થાય છે તેમ લંડનમાં બરફમાંથી શિવલિંગ બનાવીને પૂજન કરે છે.

વાઘલધરા ખાતેની શિવમહાપુરાણ કથાનું સત્સંગ ચેનલ પર જીવંત પ્રસારણ થશે જેનો પ્રત્યક્ષ લાભ લેવા સૌ શિવ ભક્તોને શ્રી ગુરુજી આમંત્રિત કરે છે, કથા માં રોજ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે જે પ્રસાદ ગ્રહણ કરવા ,કથા શ્રવણ કરવા આવનાર ભાવિક ભક્તો ને નમ્ર વિનંતી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.