Western Times News

Gujarati News

એવોર્ડમાં દાદીની સાડી પહેરવી છે: સાઇ પલ્લવી

મુંબઈ, સાઇ પલ્લવી સાઉથની ઇન્ડસ્ટ્રીની બહુ જાણીતી કાલાકાર છે. તાજેતરમાં જ તેની ‘ઠંડેલ’ ફિલ્મ રિલીઝ થઈ છે. ત્યારે હવે તેણે નેશનલ એવોર્ડ જીતવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેણે એવું પણ કહ્યું કે તેણે કાળજીપૂર્વક પોતાની દાદીની સાડી પણ સાચવી રાખી છે.

તાજેતરના એક ઇન્ટરવ્યૂ સાઇ પલ્લવીએ કહ્યું, “મારું હંમેશાથી નેશનલ એવોર્ડ જીતવાનું સપનું છે, કારણ કે હું જ્યારે ૨૧ વર્ષની હતી ત્યારે મારા દાદીએ મને એક સાડી આપી છે. એમણે મને એ સાડી મારા લગ્નમાં પહેરવાનું કહ્યું છે. એ વખતે લગ્નની વાતો ચાલતી હતી અને મારી પહેલી ફિલ્મ પણ કરી નહોતી.”સાઇ પલ્લવીએ એવું પણ કહ્યું કે આ સાડી તેના નેશનલ એવોર્ડના સપના સાથે કઈ રીતે જોડાયેલી છે.

“હું ૨૩-૨૪ વર્ષની થવા આવી ત્યારે મેં પ્રેમમ કરી હતી. મેં ત્યારે વિચાર્યું કે એક દિવસ મને કોઈ મોટો એવોર્ડ મળશે, એ વખતે નેશનલ એવોર્ડ ઘણો મહત્વનો ગણાતો હતો. મેં વિચાર્યું હતું કે હું ત્યારે આ સાડી પહેરીશ. હું એવોર્ડ જીતું કે નહીં પણ મારા પર એ સાડી પહેરવાનું દબાણ હંમેશા રહેશે.”ગયા વર્ષે સાઇ પલ્લવી નિત્યા મેનન સામે એવોર્ડ ન મેળવી શકી ત્યારે તેના ફૅન્સ ઘણા નિઃરાશ થઈ ગયા હતા.

ફૅન્સની આશા હતી કે સાઇ પલ્લવી પણ એવોર્ડ જીતે. હવે ૨૦૨૫માં તેની ઘણી મહત્વની ફિલ્મો આવી રહી છે, તે રામાયણમાં રણબીર કપૂર સાથે સીતાનો રોલ પણ કરી રહી છે. જેનો પહેલો ભાગ ૨૦૨૬ની દિવાળી પર રિલીઝ થવાનો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.