Western Times News

Gujarati News

ટેન્કરમાંથી જવલનશીલ એસિડ વહેતું થતાં ભરૂચના સ્થાનિકોમાં ગભરાટ

HCL એસિડ ભરી સુરત જઈ રહેલા ટેન્કરને અકસ્માત સર્જાતા ટેન્કર લીકેજ થતાં ભયનો માહોલ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લો ઔદ્યોગિક નગરી તરીકે પ્રચલિત છે અને ઉદ્યોગો માંથી નીકળતા જવલનશીલ પદાર્થો ટેન્કર મારફતે લઈ જવામાં આવતા હોય છે.ત્યારે આવું જ એચસીએલ નામનો એસીડ ટેન્કરમાં ભરી અન્ય સ્થળે લઈ જતી વેળા ઝાડેશ્વર ચોકડી નજીક અકસ્માત સર્જાતા ટેન્કરમાં લીકેજ થતા

એસિડ રોડ ઉપર વહેતું થતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો.તો ઘટનાની જાણ ભરૂચ પાલિકાના ફાયર વિભાગને થતા ૪ જેટલા ફાયટર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યો હતો.

બનાવની મળતી માહિતી અનુસાર વિલાયત જીઆઈડીસીની ગ્રામીસ કેમિકલ કંપનીમાંથી (Grasim Chemical GIDC Bharuch HCL Acid) એચસીએલ એસિડ ભરી ટેન્કર સુરત તરફ જઈ રહ્યું હતું તે દરમ્યાન ભરૂચની ઝાડેશ્વર ચોકડી પાસે ગતરોજ રાત્રીએ નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપરના બ્રિજ ઉપરથીપસાર થઈ રહ્યું હતું તે વેળા ટેન્કરને અકસ્માત નડતા એસિડ ભરેલા ટેન્કરમાં લીકેજ સર્જાતા ટેન્કરમાંથી સતત જવલનશીલ એસિડ વહેતું થતાં સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

ટેન્કર માંથી એસિડ વહેતું થતાં અને લોકોને ખાંસી સાથે છીકો આવતી હોય જેના પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી.જેથી નગરપાલિકાના ૪ જેટલા ફાયર ટેન્ડરો ટીમ સાથે તાત્કાલિક અસરથી સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને અકસ્માતમાં લીકેજ થયેલ ટેન્કર ઉપર સતત ૪થી ૫ કલાક પાણીનો મારો ચલાવ્યો હતો.

ફાયર ફાયટરો દ્વારા ભારે જેહમત બાદ પરિસ્થિતિ કાબૂ મેળવતા સ્થાનિકોએ હાસ્કારો અનુભવ્યો હતો.જોકે સદ્દનસીબે કોઈ જાનહાની નહિ સર્જાતા રાહત અનુભવવા સાથે નગરપાલિકાના ફાયર વિભાગની સમય સૂચકતાના કારણે મોટી હોનારત ટળી હોવાનું પણ માનવામાં આવી રહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.