Western Times News

Gujarati News

GRDના બોગસ આઇકાર્ડ બનાવનાર ગેંગના ૭ જબ્બે

અમદાવાદ, ૧૫થી ૨૨ હજાર રૂપિયામાં બોગસ જીઆરડી કાર્ડ બનાવી દેનારી ગેંગ ઝડપાઇ. તોડપાણી માટે યુવકોએ કાર્ડ બનાવ્યા હોવાનું સામે આવતા અસલાલી પોલીસે ગુનો નોંધી સાતેય લોકોની ધરપકડ કરી. જેમાં પાંચ લોકો જેલ હવાલે કરાયા છે. જ્યારે બે લોકો હાલ રિમાન્ડ પર છે.

જીઆરડીના બોગસ આઇકાર્ડ બનાવનાર ગેંગ ઝડપાઇ છે. સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરનાર જાલુસિંહ ચૌહાણના જણાવ્યા મુજબ તે ત્રણ દિવસ પહેલા ડ્યુટી પર હતા, ત્યારે અસલાલી પાસે ટોલનાકા પર બે જીઆરડીના જવાનો વાહનોને રોકીને ચેંકીગ કરતા હતા. જાલુસિંહ ચૌહાણ નવા જીઆરડી જવાનોને જાેઇને તેમની પાસે ગયા હતા અને તેમની પુછપરછ કરીને તેમનુ નામ સુનિલ પરમાર અને વિશાલ પરમાર હતું.

તેમના આઇકાર્ડ જાેતાની સાથે જાલુસિંહ ચૌહાણને શંકા ગઇ હતી કે યુવકોએ બોગસ આઇકાર્ડ બનાવ્યા છે. જાલુસિંહે તેમની ધરપકડ કરવાની જગ્યાએ તેમની ગેંગમાં કેટલા લોકો છે, પુછપરછ અત્યંત ચપળતાપુર્વક કરી. બંન્ને યુવકો સાથે બીજા પણ બે યુવકો આગળ ડ્યુટી કરતા હોવાનું કહ્યુ હતું. જાલુસિંહ તે બન્ને યુવકો પાસે ગયા હતા.

જ્યા જઇને તેમની પણ શાંતીથી પુછપરછ કરી હતી. બે યુવકોના નામ હાર્દિક પરમાર અને મહેશ પરમાર હતા અને તેમના આઇકાર્ડ જાેયા હતા. ચારેય યુવકોએ જીઆઇડીની વર્દી પહેરી હતી અને ચારરસ્તા પર પોતાની ડ્યુટી કરતા હતા. આઇકાર્ડ બોગસ હોવાનુ સામે આવતા જાલુસિંહે તેમને ડ્યુટી કરવા દીધી હતી.

બીજા દિવસે તેમના અધિકારીને જાણ કરી દીધી હતી. જીઆરડીના અધિકારીએ ચારેય લોકોની અટકાયત કરી લીધી હતી. તેમની પુછપરછ કરતા તેમને ૨૨ હજાર રૂપિયામાં બનાવ્યા હોવાનું ખુલ્યુ હતું. લાલદરવાજા ખાતે આવેલી હોમગાર્ડની ઓફિસમાં અમિત રાવલ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે.

જેમા તેમની પાસે જવાનોના તમામ ડેટા હોવાથી તેનો દુરઉપયોગ કરીને ૧૫થી ૨૨ હજાર રૂપિયામાં લોકોને બોગસ કાર્ડ બનાવીને આપતા હતા. અમિત રાવલ તમામને સ્માર્ટ કાર્ડ બનાવીને આપતો હતો. ૨૦ કરતા વધુ લોકોને કાર્ડ બનાવી આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.