શાનદાર શતાબ્દીનું ઈશ્વરના ચરણોમાં વિરામ: વડાપ્રધાન
અમદાવાદ, પ્રધાનમંત્રી મોદીની માતા હીરાબાનું ૧૦૦ વર્ષની વયે નિધન થયું છે. તેમણે અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. પીએમ મોદીએ આજે સવારે ટિ્વટ કરીને તેના વિશે જાણકારી આપી છે.
તેમણે લખ્યું છે કે, “શાનદાર શતાબ્દીનું ઈશ્વરના ચરણોમાં વિરામ…માં મે હંમેશા આ ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે, જેમાં એક તપસ્વી યાત્રા, નિષ્કામ કર્મયાગીનું પ્રતીક અને મૂલ્યો પ્રતિ પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે. ” આ અગાઉ હીરાબાની બુધવાર તબિયત ખરાબ થઈ હતી, જે બાદ તેમને અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા.
પ્રધાનમંત્રી મોદી પોતાની માતાને મળવા હોસ્પિટલે પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીના માતાના નિધનના સમાચાર મળતા જ પીએમ મોદી અમદાવાદ પહોચ્યા. તેમને આજે કલકત્તા જવાનું હતું. જ્યાં પીએમ મોદી હાવડા ન્યૂ જલપાઈગુડી વંદે ભારત ટ્રેન અને મેટ્રો લાઈનનું ઉદ્ધાટન કરવાના હતા.
ન્યૂ જલપાઈગુડી રેલવે સ્ટેશન પુનર્વિકાસ પ્રોજેક્ટની આધારશિલા રાખી હતી. પણ હવે કલકત્તા જવાનો કાર્યક્રમ રદ થઈ ગયો છે. તેઓ વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. માતાના ૧૦૦ માં વર્ષમાં પ્રવેશ પર મોદીએ બ્લોગમાં પોતાની લાગણીઓ ટાંકી હતી. જેમાં તેમણે લખ્યું હુત કે, મા કે માતા-શબ્દકોશમાં ફક્ત એક શબ્દ નથી. આ શબ્દમાં તમામ પ્રકારની લાગણીઓ સમાઈ જાય છે – પ્રેમ, ધૈર્ય, વિશ્વાસ વગેરે. દુનિયાભરમાં કોઈ પણ દેશ કે વિસ્તારમાં બાળકો તેમની માતા પ્રત્યે વિશેષ લાગણી ધરાવે છે.
માતા તેના બાળકને જન્મ આપવાની સાથે તેમની પ્રથમ ગુરુ પણ છે. માતા બાળકના માનસનું, તેના વ્યક્તિત્વનું ઘડતર કરે છે અને તેને આત્મવિશ્વાસ આપે છે. આ પ્રક્રિયામાં માતા પોતાની અંગત જરૂરિયાતો અને આકાંક્ષાઓનો નિઃસ્વાર્થપણે ત્યાગ કરે છે.
અગાઉ અમારા પરિવારમાં જન્મદિવસોની ઉજવણી કરવાની કોઈ પરંપરા નહોતી. જાેકે યુવા પેઢીના બાળકોએ મારા પિતાના જન્મદિવસે તેમની યાદગીરીમાં ૧૦૦ વૃક્ષોનું વાવેતર કર્યું હતું. મને કોઈ શંકા નથી કે, મારા જીવનમાં જે કંઈ પણ સારું થયું છે, મારો જે વિકાસ થયો છે અને મારા ચરિત્રનું ઘડતર થયું છે, તે મારા માતાપિતાને આભારી છે.
અત્યારે જ્યારે હું દિલ્હીમાં છું, ત્યારે મારાં મનમાં ભૂતકાળની યાદો તાજી થઈ રહી છે. મારી માતા અસાધારણ હોવાની સાથે સરળ છે. અન્ય તમામ માતાઓ જેવી! જ્યારે હું મારી માતા વિશે લખી રહ્યો છું, ત્યારે મને ખાતરી છે કે, મારી માતા સાથે જાેડાયેલી વાતો સાથે તમારામાંથી ઘણાંને તેમની માતા સાથે જાેડાયેલી લાગશે. આ લેખની સાથે તમને કદાચ તમારી માતાની છબી પણ દેખાય એવું બની શકે.
કોઈ માતાનું તપ એક સારાં મનુષ્યનું સર્જન કરે છે. તેમની લાગણી બાળકમાં માનવીય મૂલ્યો અને સંવેદના જેવા ગુણો કેળવી શકે છે. એક માતા અલગ વ્યક્તિ કે જુદું વ્યક્તિત્વ નથી, માતૃત્વ એક ગુણ છે, એક ખાસિયત છે. ઘણી વાર આપણે સાંભળીએ છીએ કે ઈશ્વરનું સર્જન તેમના ભક્તોની પ્રકૃતિ અનુસાર થાય છે. એ જ રીતે આપણે આપણી માતાઓ અને તેમનું માતૃત્વ આપણી પોતાની પ્રકૃતિ અને માનસિકતા અનુસાર અનુભવીએ છીએ.SS1MS