Western Times News

Gujarati News

ફ્રાન્સમાં મોટું રાજકીય સંકટ

પેરિસ, ફ્રાન્સમાં સરકાર પડી ગઈ છે. ફ્રાન્સના દક્ષિણપંથી અને વામપંથી સાંસદોએ બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને વડા પ્રધાન મિશેલ બાર્નિયરને સત્તા પરથી હટાવી દીધા છે. બજેટ વિવાદોને કારણે લાવવામાં આવેલી આ દરખાસ્ત પસાર થયા બાદ વડાપ્રધાન બાર્નિયર અને તેમના મંત્રીમંડળના સભ્યોએ રાજીનામું આપવું પડ્યું હતું.

૧૯૬૨ પછી આ પ્રથમ વખત છે જ્યારે દેશમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. દેશના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પર પણ રાજીનામું આપવાનું દબાણ છે. જોકે, તેમણે કહ્યું છે કે તેઓ ૨૦૨૭ સુધી તેમનો કાર્યકાળ પૂરો કરશે.બુધવારે ળાન્સની નેશનલ એસેમ્બલીએ ૩૩૧ વોટથી પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ માટે ઓછામાં ઓછા ૨૮૮ વોટની જરૂર હતી.

જૂન-જુલાઈમાં યોજાયેલી સંસદીય ચૂંટણી બાદ ફ્રાન્સની સંસદ ત્રણ મોટા ભાગમાં વહેંચાઈ ગઈ હતી. કોઈ એક પક્ષને સંપૂર્ણ બહુમતી મળી નથી. વિભાજન બાદ ઈમેન્યુઅલ મેક્રોને બીજી વખત નવા વડાપ્રધાનની નિમણૂક કરવી પડશે. મેક્રોન આજે સાંજે રાષ્ટ્રને સંબોધિત કરશે. એવી અપેક્ષા છે કે બાર્નિયર ત્યાં સુધીમાં ઔપચારિક રીતે રાજીનામું આપશે.

પ્રસ્તાવિત બજેટ સામે બાર્નિયરના વિરોધથી સમગ્ર વિવાદ શરૂ થયો હતો. ફ્રાન્સની સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીમાં કોઈ એક પક્ષ પાસે બહુમતી નથી. તેમાં ત્રણ મુખ્ય જૂથોનો સમાવેશ થાય છે – મેક્રોનના કેન્દ્રવાદી સહયોગી,વામપંથી ગઠબંધન ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ અને દક્ષિણપંથી નેશનલ રેલી. બંને વિપક્ષી જૂથો, જે સામાન્ય રીતે અસંમત હોય છે, પરંતુ બાર્નિયર સામેના વિરોધમાં એક થઇ રહ્યા છે. વિપક્ષે બાર્નિયર પર નાગરિકોની જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો.

સપ્ટેમ્બરમાં નિયુક્ત કન્ઝર્વેટિવ નેતા બાર્નિયર આધુનિક ફ્રાન્સમાં સૌથી ઓછા સમય માટે સેવા આપનાર વડા પ્રધાન બન્યા છે. બાર્નિયરે પ્રસ્તાવ પર મતદાન કરતા પહેલા તેમના છેલ્લા ભાષણમાં કહ્યું કે, ‘હું તમને કહી શકું છું કે ફ્રાન્સ અને ફ્રેન્ચ લોકોની સેવા કરવી તે મારા માટે સન્માનની વાત હશે. આ અવિશ્વાસની દરખાસ્ત વસ્તુઓને વધુ મુશ્કેલ બનાવશે.’

આ દરમિયાન રાષ્ટ્રપતિ મેક્રોન સમક્ષ નવી મૂંઝવણ ઊભી થઈ છે. સંકટ વચ્ચે મેક્રોને નવા વડાપ્રધાનની નિમણૂક કરવી પડશે. જુલાઈ પહેલા દેશમાં નવી ધારાસભાની ચૂંટણી ન થાય અને સંસદ ચલાવવી મુશ્કેલ બની શકે.

દબાણ વચ્ચે, મેક્રોને કહ્યું છે કે તેમના સંભવિત રાજીનામાની ચર્ચાઓમાં કોઈ સત્ય નથી. મેક્રોને કહ્યું, ‘હું અહીં એટલા માટે છું કારણ કે મને ફ્રેન્ચ લોકો દ્વારા બે વાર ચૂંટવામાં આવ્યો છે. આપણે લોકોને આવી બાબતોથી ડરાવવા જોઈએ નહીં. આપણી અર્થવ્યવસ્થા ઘણી મજબૂત છે અને કોઈ ખતરો નથી.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.