પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વની શુભેચ્છાઓ. તેમના ઉમદા ઉપદેશો ન્યાયી અને કરુણાપૂર્ણ સમાજના નિર્માણના આપણા પ્રયાસમાં માર્ગદર્શન આપતા રહે.”