આ શખ્સે એક મિનિટમાં સૌથી વધારે મરચાં ખાવાનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો

ન્યુયોર્ક, લોકો રેકોર્ડ બનાવવામાં એટલા પાગલ થઈ જાય છે, આગળ પાછળનું કંઈ વિચારતા જ નથી. આવો જ એક કિસ્સો હાલમાં જોવા મળ્યો છે. એક શખ્સે એક મિનિટમાં સૌથી વધારે મરચા ખાવાનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. Competitive eater Gregory Foster recently chowed down on 17 ghost peppers in just 60 seconds … and officials announced Wednesday that is now a new world record.
ગીનિઝ વર્લ્ડ રેકોર્ડ અનુસાર અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતો ગ્રેગરી ફોસ્ટરે ૬૦ સેકન્ડમાં ૧૭ મરચા ખાઈને જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જો કે, તેણે આ કારનામો નવેમ્બર ૨૦૨૧માં કર્યો હતો, પણ તેની સત્તાવાર માન્યતા સોમવારે મળી છે.
ઘોસ્ટ પેપર દુનિયાના સૌથી તીખા મરચામાં તેનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ એક મરચું એક મિલિયન સ્કોવિલ હીટ યુનિટ્સનું હોય છે.
New record: Most Bhut Jolokia chilli peppers eaten in one minute – 110 grams by Gregory Foster (USA)
Gregory got through 17 peppers, all of which were over 1 million Scovilles!https://t.co/dovUPSdRqR
— Guinness World Records (@GWR) August 8, 2022
ફોસ્ટરે જણાવ્યું છે કે, તેણે તીખાશ પ્રત્યે પોતાની સહનશીલતાના સ્તરને વધારવા માટે ખૂબ સમય આપ્યો છે અને આ જ કારણ છે કે, તે સૌથી વધારે તીખા મરચા ખાવા માટે સક્ષમ બન્યો. તેણે કહ્યું કે, રેકોર્ડ બનાવાનો આ પ્રયાસ એક વ્યક્તિગત ચેલેન્જ હતી. એ જોવા માટે કે, ખુદને તીખા મરચા ખાવા માટે પોતાના પ્રેમને કેટલીય હદ સુધી લઈ જઈ શકુ છું. એક ચિલી લવર તરીકે હું સુપર હોટ મિર્ચી વિશે જાગૃતિ અને લોકોનો ઉત્સાહ વધારવાની કોશિશ કરી રહ્યો છું.
મરચા અને અન્ય તીખી વસ્તુઓની તીખાશ માપવા માટે સ્કોવિલ હીટ યુનિટનો ઉપયોગ થાય છે. તેનો અર્થ થાય છે કે, ફોસ્ટરે ફક્ત એક મિનિટમાં ૧૭ મિલિયન સ્કોવિલ હીટ યૂનિટ ખાઈ ગયો. શખ્સનું કહેવુ છે કે, તેને તીખુ ખાવાનું પસંદ છે, તે પોતાના ઘરે પણ તીખા મરચા ઉગાડે છે.