Western Times News

Gujarati News

નિતી આયોગ દ્વારા સુચિત ગ્રોથ હબ મોડેલ તરીકે સુરત રિઝીયનની પસંદગી કરવામાં આવી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન GRITની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક સંપન્ન

ગુજરાત ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) રાજ્ય સરકારની થીંક ટેન્ક અને ઇનોવેશન હબ તરીકે કાર્ય કરશે

Ø  નિતિ આયોગ દ્વારા સૂચિત ગ્રોથ હબ મોડેલને પ્રદેશ પ્રમાણે ક્રમશઃ વિસ્તૃત કરવાની ઈન્સ્ટીટ્યુશનલાઈઝ્ડ વ્યવસ્થા માટે GRIT મદદરૂપ થશે

Ø  ટાસ્ક ફોર્મ કમિટીની ભલામણોના સુચારુ અમલ માટે વિવિધ વિભાગો સાથે GRIT સંકલનપરામર્શમાં રહીને કાર્યયોજના ઘડશે

Ø  રાજ્યકેન્દ્ર સરકારની જનહિતકારી યોજનાઓની સોશિયલ ઇમ્પેક્ટ ડેટા એનાલિસિસથી કરવા GRITને મુખ્યમંત્રીશ્રીનું અધ્યક્ષીય સૂચન

રાજ્યના વિકાસ માટેના મહત્વપૂર્ણ મુદ્દાઓમાં IIM-Aની જ્ઞાન કૌશલ્ય તજજ્ઞતા અને નેટવર્ક નો લાભ મેળવવા GRIT અને IIM વચ્ચે MOU થયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન GRITની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં GRITની વિસ્તૃત કાર્યક્ષેત્ર અને અનુષાંગિક વ્યવસ્થાઓ અંગે વિચાર-પરામર્શ હાથ ધરાયો હતો. GRITના નવનિયુક્ત CEO સુશ્રી એસ. અપર્ણાએ આ બેઠકમાં GRITની અત્યાર સુધીની પ્રારંભિક કાર્યવાહિની વિઝનોનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યુ હતું.

GRIT રાજ્ય સરકારની થિંક ટેન્ક અને ઈનોવેશન હબ તરીકે કાર્ય કરવા સથો-સાથ રાજ્ય સરકારે નિમેલી ટાસ્ક ફોર્સ કમિટીની ભલામણોના અમલ માટે વિવિધ વિભાગો સાથે સંકલન અને પરામર્શમાં રહિને કાર્યયોજના ધડે એ સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા આ બેઠકમાં કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગવર્નિંગ બોડીની આ પ્રથમ બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં રાજ્ય અને કેન્દ્ર સરકારની જનહિતકારી યોજનાઓની સોશિયલ ઈમ્પેક્ટફાયદઓ વગેરે ડેટા એનાલીસીસથી GRIT કરે તેવું સૂચન કર્યુ હતું.

આ બેઠકમાં નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈઆરોગ્ય મંત્રી શ્રી રૂષિકેશ પટેલઊદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતકૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ તેમજ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર પણ સહભાગી થયા હતાં.

આ બેઠકની વિશદ ચર્ચા પરામર્શમાં જણાવવામાં આવ્યું કેનિતી આયોગ દ્વારા સુચિત ગ્રોથ હબ મોડેલ સુરત રિઝીયન માટે લાગુ કરવામાં આવ્યું છે તેમ હવે તેને ક્રમશ: રાજ્યના અન્ય રિઝીયનમાં વિસ્તૃત કરવા માટેની ઈન્સ્ટીટ્યુશનલાઈઝડ વ્યવસ્થામાં GRIT મદદરૂપ થાય.

આ બેઠક દરમિયાન IIM અમદાવાદ અને GRIT વચ્ચે MOU કરવામાં આવ્યા હતાં. રાજ્ય સરકારના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ-યોજનાઓમાં IIM અમદાવાદના જ્ઞાન કૌશલ્યની તજજ્ઞના અને નેટવર્કનો લાભ મેળવવાનો આ MOUનો ઉદેશ્ય છે.

GRITના CEO સુશ્રી એસ. અપર્ણા અને IIM અમદાવાદના ડાયરેક્ટર શ્રી ભરત ભાસ્કરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીશ્રીઓ તથા IIM અમદાવાદના ચેરમેન શ્રી પંકજ પટેલની ઉપસ્થિતીમાં આ MOU પર હસ્તાક્સર કર્યા હતાં.

મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સલાહકાર ડૉ. હસમુખ અઢિયામુખ્ય સચિવ શ્રી રાજકુમારમુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રીઓ શ્રી પંકજ જોષી અને શ્રી એમ. કે. દાસનાણાં વિભાગના અગ્ર સચિવ શ્રી ટી. નટરાજન તથા મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ વગેરે આ બેઠકની ચર્ચાઓમાં જોડાયા હતા.   


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.