વરરાજાએ લગ્નગ્રંથીમાં જોડાતા પહેલા મતાધિકારનો ઉપયોગ કર્યો
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના વરરાજાએ લગ્નગ્રંથીમાં જોડાતા પહેલા હિંમત હાઇસ્કુલ મતદાન મથક ખાતે પોતાના મુલ્યવાન મતાધિકારનો ઉપયોગ કરી એક જાગૃત નાગરીક તરીકેની ફરજ અદા કરી.
છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના બીજા તબકકાના મતદાન દરમિયાન જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી. સ્તુતિ ચારણના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય એ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગાંધીનગર, ચાલ સખી, પહેલાં પાડોશી(નાગરિક) ધર્મ નિભાવીએ: રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર મતદાર જાગૃતિઅર્થે કરવામાં આવતી કામગીરી અને વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયત્નો સફળ થયાનું ઉદાહરણ આજે ગાંધીનગરના કોલવડા મતદાન મથક ખાતે જોવા મળ્યું હતું.
જ્યાં ૮૨ વર્ષીય વૃદ્ધા રમાબેન મતદાન કરવા આવ્યાં હતાં. સાથે જ તેમના પાડોશી અને બહેનપણીને પણ લાવ્યાં હતાં. બંને સખીઓ ચાલી શકે તેમ ન હોવા છતાં એકબીજાંનો હાથ પકડીને એકલાં જ મતદાન કરવા આવી પહોંચ્યાં હતાં. પરિણામે, મતદાન મથક પર ઉપસ્થિત પોલિંગ સ્ટાફ દ્વારા તેમને વ્હીલચેરમાં બેસાડીને બુથ સુધી લઈ જવામાં આવ્યાં હતાં.
મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે આ જૈફ વયે પોતાનું યોગદાન આપ્યાંનો આનંદ અને સંતોષ તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. આ સાથે જ આ બંને વડીલોએ વધુ ને વધુ મતદાન કરીને લોકશાહીને વધુ મજબૂત બનાવવાનું અનેરું ઉદાહરણ પણ અન્ય નાગરિકો સમક્ષ પૂરું પાડ્યું હતું.
વડોદરા:- અંતર દ્રષ્ટિના અજવાળે પ્રજ્ઞાચક્ષુ મતદારોએ મતદાન કરી નિભાવ્યો નાગરિક ધર્મ