દુલ્હન પ્રેમી સાથે ભાગી જતા વરરાજાએ ૧૩ દિવસ સુધી માંડવામાં બેસી રાહ જોઈ !!
નવી દિલ્હી, રાજસ્થાનના પાલી જિલ્લામાંથી લગ્નનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. આ લગ્નમાં વરરાજાે ૧૩ દિવસ સુધી માંડવામાં બેસીને દુલ્હનની રાહ જાેતો રહ્યો. groom waited for bride for 13 days to marry
કારણ હતું દુલ્હન પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. વરરાજાે ૨૦૦ જાનૈયા લઈને આવ્યો હતો, તેણે જીદ પકડી હતી કે દુલ્હન લીધા વિના પાછો જશે નહીં. તે સાફો અને શેરવાની પહેરીને કન્યાના ઘરમાં પલાઠી વાળીને બેસી ગયો. કહ્યું કે, – ભલે ગમે તે થઈ જાય અહીંથી ડગીશ નહીં. પછી શું થયું અને કેવી રીતે દુલ્હન પાછી આવી? એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ મામલો પાલી જિલ્લાના બાલી ઉપખંડનો છે. અહીં સૈણા ગામના રહેવાસી એક શખ્સની દીકરી મનીષાના લગ્ન હતા.
તેનો સંબંધ સિરોહી જિલ્લાના મણાદર ગામના રહેવાસી શ્રવણ કુમાર સાથે નક્કી થયા હતા. નક્કી થયેલા કાર્યક્રમ અનુસા, વરરાજ શ્રવણ જાનૈયાઓ સાથે ૩ મેના રોજ સેગા ગામ પહોંચ્યો. અહીં સુધી બધું બરાબર હતું. 3 મે ની સવારે ફેરા પહેલા સવારે છ વાગે પંડિતજીએ ફેરાની રસમ માટે દુલ્હનને મંડપમાં લાવવા માટે કહ્યું.
પરિવારના લોકોએ કહ્યું કે, દુલ્હનની તબિયત ખરાબ છે અને તેને આવવામાં થોડો સમય લાગશે. કન્યાના પિતાએ જણાવ્યું કે, પેટ દુખાવો અને ઉલ્ટીની વાત કહીને મનીષા મકાનની પાછળ બનેલી પાણીની એક ટાંકી પાસે જતી રહી. ત્યાં પહેલાથી જ ભરત કુમાર હતો. જે દૂરના સંબંધમાં તેનો પિતરાઈ ભાઈ થતો હતો.
મનીષા તેની સાથે જતી રહી. ઘણી વાર સુધી મનીષા પાછી આવી નહીં તો માસીએ બહાર જઈને જાેયું. પરિવારના લોકોએ ઘણી વાર સુધી મનીષાની રાહ જાેઈ, પણ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં. વરરાજા શ્રવણને આ વાત બતાવવામાં આવી તો, તેણે જિદ પકડી કે મનીષા સાથે લગ્ન કર્યા વિના ક્યાંય જશે નહીં.
ઘણો સમય વિતી ગયો, પણ શ્રવણ માન્યો નહીં. દુલ્હનની રાહ જાેવામાં તેણે પોતાની પાઘડી પણ ઉતારી નહીં અને મંડપમાં જ બેસી ગયો. વરરાજાની જિદ જાેઈ મનીષાના પિતાએ મોટો ર્નિણય લીધો. તેમણે કહ્યું કે, તે કોઈ પણ સંજાેગોમાં દીકરીને શોધીને લાવશે અને શ્રવણ સાથે જ તેના લગ્ન કરાવશે.
તેમના ઘરના આંગણામાં મંડપ સજાવેલ હતો. કેટલાય દિવસ સુધી શોધ્યા બાદ ખબર પડી કે, મનીષા પોતાના પ્રેમી સાથે ગુજરાતમાં છે. જાણ થતાં ૧૫ મેના રોજ મનીષાને લેવા તેના પિતા ગુજરાતથી પાછા આવ્યા. રાહ જાેઈ રહેલા વરરાજા સાથે ૧૬ મેના રોજ મનીષાએ સાત ફેરા લીધા અને ત્યાર બાદ વિદાઈ થઈ.SS1MS