Western Times News

Gujarati News

મકરબામાં રહેતા લીઝાબહેન  ૧૦ વર્ષથી વરસાદી પાણીનો સંગ્રહ કરી, પીવામાં ઉપયોગ કરે છે

(એજન્સીઃ) સત્વ બંગ્લોઝમાં રહેતા જીગીશભાઈ શાહ અને લીઝાબેન શાહ ૧૦ વર્ષથી વરસાદી પાણીનો સંગ્રહ પીવા માટે કરે છે. તેમજ અન્ય જુની પદ્ધતિઓથી જીવનને પર્યાવરણને અનુકુળ બનાવી રહયા છે.

આ અંગે લીઝાબહેન કહે છે કે, મને નાનપણથી જ ગ્રામીણ જીવન અને ત્યાંની દેશી પદ્ધતિઓ પ્રત્યે આકર્ષણ રહયું છે. આજે વિવિધ ઈલેકટ્રોનીકસ ઉપકરણોને કારણે આપણું જીવન સરળ બન્યું છે. તેમ છતાં મને કુદરતી રીતો વધારે ગમે છે. મારા પતી પણ મારી સાથે સહમત થઈને મને પ્રોત્સાહન પુરું પાડે છે. અમે અત્યારે રોજીંદા જીવનમાં દેશી પદ્ધતિઓ જ અપનાવીએ છીએ. ખાસ કરીને અમે અમારા ખોરાક અને પાણીનું વધારે ધ્યાન રાખીએ છીએ.

અમે ઘરમાં વપરાતા દરેક મસાલાઓ ઓગેનીક લાવી અને ખાંડણીથી ખાંડી ઉપયોગ કરીએ છીએ. અમે પ્લાસ્ટીકનો ઉપયોગ નહીવત કરીએ છીએ. તેમજ વલોણાથી બનાવેલું ઘી ઘરે જમાવેલું દહી અને છાશનો ઉપયોગ કરીએ છીએ. અમારા ઘરે સોલાર કુકર અને સોલાર ડ્રાયર છે. જેની મદદથી અમે ખીચડી અને હેર ઓઈલ બનાવીએ છીએ.

અમે વરસાદમાં અગાસીનું પાણી કોપર પાઈપની મદદથી ચુનાની રપ હજારની ક્ષમતાવાળી ટાંકીમાં સંગ્રહ કરીએ છીએ તેમજ વર્ષ દરમ્યાન આ પાણીનો ઉપયોગ પીવા માટે કરીએ છીએ. આ વોટર હાર્વેસ્ટીગ સીસ્ટમમાં સીમેન્ટ અને લોખંડ કે સ્ટીલ જેવી ધાતુઓને જગ્યાએ સ્વાસ્થ્યવર્ધક પિત્તળની ધાતુનો ઉપયોગ કર્યો છે.

અહી હજી નર્મદાનું પાણી પહોચ્યું નથી તેથી પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે છે. વરસાદી પાણીના સેવનથી પથરી ચામડી અને વાળ ખરવાની સમસ્યાઓ થતી નથી. આ પ્રકારની લાઈઈફ સ્ટાઈલથી આપણે પર્યાવરણનું જતન કરી શકીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.