સૌરાષ્ટ્રના યાર્ડમાં મગફળીના ભાવ 1410 રૂ. સુધી મળતા ખેડૂતો ખુશ
ગત સપ્તાહમાં સરેરાશ ભાવ ૯૫૦ રૂપિયાથી લઇને ૧૪૧૦ રૂપિયા રહ્યો હતો
અમરેલી, અમરેલી સહીત સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. આ વર્ષે મગફળીનું ઉત્પાદન પણ મબલક થયું છે અને માર્કેટિંગ યાર્ડમાં હવે નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. મગફળીના ભાવ હાલ તૂટતા હોવાનું જણાઈ રહ્યું છે. સ્થાનિક વેપારીઓ જણાવ્યું કે, મગફળીની જંગી આવક વચ્ચે સિંગદાણાની ડિમાન્ડ ઓછી છે અને ભાવમાં ૨૦ રૂપિયાથી ૩૦ રૂપિયા સુધી નીચો જઈ રહ્યો છે
અને સાથે માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખૂબ જ આવક થઈ રહી છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક અઠવાડિયામાં મગફળી મોટીનો ૯૫૦ થી ૧,૪૧૦ રૂપિયા સુધી બોલાયો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મગફળી મોટીનો ભાવ ૧,૧૦૦ રૂપિયાથી ૧,૪૧૦ રૂપિયા સુધી બોલાયો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી આવક શરૂ થઈ ગઈ છે. ૩૧ ૦૦૦ મણ મગફળીની આવક થઈ હતી. હાલ ૧૨૦૦ રૂપિયાથી ૧૪૧૦ રૂપિયા ભાવ બોલાયો હતો.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ૨૪,૦૦૦ ગુણ મગફળીની આવક નોંધાય છે અને ગ્રેડેશન વાઈઝ મગફળીનો ભાવ ૧,૩૦૦ થી ૧,૪૧૦ સુધી એવરેજ ભાવ બોલાઈ રહ્યા છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. જૂનાગઢ અને વિસાવદર યાર્ડમાં મગફળીનાં ભાવ ૧૫૪૦ રૂપિયાને વટાવી ગયા હતાં. ખેડૂતોને એક મણનાં સારા ભાવ અહીં મળ્યાં હતાં. અન્ય યાર્ડમાં સામાન્ય ભાવ રહ્યાં હતાં.