શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા સમૂહ લગ્નનું યોજવાનુ આયોજન
આગામી ૨૮.૧.૨૪ ના રોજ દૂધધારા ડેરી મેદાન ખાતે સમૂહલગ્ન યોજાશે જેમા વર વધૂ પક્ષ વિના મૂલ્યે જાેડાઈ શકાશે
(પ્રતિનિધિ) ભરૂચ, શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ એ ભરૂચ અને નર્મદા જીલ્લાના ૧૩ જેટલા પાટીદાર સમાજના સમૂહનું એક સંગઠન છે.છેલ્લા ૨૦ વર્ષથી વધુ સમયથી કાર્યરત છે.સંગઠનની એક બેઠક આર કે કાસ્ટા ખાતે યોજાઈ હતી.
જેમાં આ સંગઠન દ્વારા આગામી ૨૮ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ એક સમૂહ લગ્નનું યોજવાનુ આયોજન કરવામાં આવ્યું છે.જે ભરૂચ ખાતેના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે યોજાશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.આ બેઠકમાં ભરૂચ અને નર્મદા જીલ્લાના લગભગ સમાજના પ્રમુખો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં સમૂહલગ્નનું ખુબ સરસ રીતે વ્યવસ્થિત આયોજન આગામી તા.૨૮.૧.૨૪ ના રોજ દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ભરૂચ ખાતે કરવું, સમૂહ લગ્નમાં જાેડાનાર વર વધૂ પક્ષ વિના મૂલ્યે સમૂહ લગ્નમાં જાેડાઈ શકશે જેના માટે ડિપોઝિટ પેટે બંને પક્ષે રૂ.૫૦૦૦ રજીસ્ટ્રેશન વખતે ડિપોઝિટ પેટે જમા કરાવવાના રહેશે જે સમૂહ લગ્નના દિવસે જ ચેકથી પરત કરવામાં આવશે,
બંને પક્ષને ૫૦ – ૫૦ વ્યક્તિને આમંત્રણની મર્યાદા આપવામાં આવશે,દરેક પક્ષને વધુ ૫૦ આમંત્રિત પ્રતિ વ્યક્તિ રૂપિયા ૧૦૦ લેખે પાસ આપવામાં આવશે, સમૂહ લગ્નમાં જાેડાનાર પરિવારોએ સમૂહ લગ્નમાં જાેડાવવા લગ્નની નોંધણી તા.૨૮.૧૨.૨૩ ના રોજ સુધી કરાવવાની રહેશે તે મુજબની ચર્ચાઓ કરી તેને બહાલી આપવામાં આવી હતી.
ઉપરાંત વિવિધ કામ માટે જરૂરી પ્રાથમિક કમિટીની રચના કરવામાં આવી છે.જેમાં સમૂહ લગ્નના સંયોજક તરીકે જયંતીભાઈ પટેલ તથા મનોજભાઈ પટેલની નિમણુંક કરવામાં આવી છે.આ ઉપરાંત સહ સંયોજક તરીકે જંબુસર,આમોદ, વાગરા, ભરૂચ,અંકલેશ્વર, ઝઘડિયા તાલુકાના સહ સંયોજકોની નિમણુંક કરવામાં આવી છે જે લોકો સમૂહલગ્નને લગતા તમામ કાર્યોનું નિરીક્ષણ કરી અન્ય કમિટીઓ સાથે સંકલન કરશે.